Only Gujarat

Bollywood FEATURED

ICUમાં એડમિટ પ્રતિજ્ઞા ફેમ એક્ટર અનુપમ, હાલત છે ખૂબ જ નાજૂક

ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક મહત્વનો રોલ કરી ચૂકેલા અનુપમ શ્યામની તબીયત હાલમાં જ અચાનક બગડી ગઇ અને તેમના પરિવારજનોએ તેઓને મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી લાઇફલાઇન હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. હાલમાં તેઓએ ICUમાં છે અને તેમની હાલત ખુબ જ નાજુક છે.

આજતક સાથે વાતચીતમાં અનુપમના ભાઇ અનુરાગ શ્યામે જણાવ્યું કે અનુપમને કિડનીની પ્રોબ્લેમ હતી અને પૈસાની તંગીના કારણે તેઓ પોતાની યોગ્ય સારવાર કરાવી શક્યા નહીં કારણ કે તેમની પાસે ઘણા સમયથી કામ પણ ન હતું. જેમ તેમ કરી મેં 10 દિવસ પહેલા તેઓને ડાયલિસીસ કરાવવાનું શરૂ કર્યું. પરંતુ કાલ રાતે તેમની તબીયત અચાનક વધુ બગડી ગઇ અને અમે તેઓને ઘરની નજીક હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા છે. પરંતુ તેમની તબિયત હાલ સારી નથી.

ઉલ્લેખનીય છે કે અનુપમના ભાઇએ લોકો પાસે આર્થિક મદદ માગી છે. કારણ કે અનુપમ શ્યામની પાસે ઘણા સમયથી કામ ન હતું જેના કારણે તેમની પાસે પૈસાની તંગી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે અનુપમ શ્યામ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓને સીરિયલ પ્રતિજ્ઞામાં ખુબ જ પસંદ કરવામાં આવતા હતા અને હાલ તેઓ નાના પરદા પર સીરિયલ ડોલી અરમાનો કી અને કૃષ્ણા ચલી લંડનમાં પણ નજરે પડ્યા હતા.

લોકડાઉનના કારણે અનેક સ્ટાર આર્થિક તંગીની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. કેટલાક સ્ટાર આપઘાત કરી રહ્યાં છે તો કેટલાક ડિપ્રેશનમાં ગરકાવ થઇ ગયા છે.

કેટલાક સ્ટાર પાસે તો પોતાની સારવાર કરાવવાના પણ પૈસા નથી. હવે જોવાનું એ રહ્યં કે અનુપમ શ્યામની સારવાર માટે તેમની મદદ માટે કેટલા લોકો આગળ આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page