Only Gujarat

FEATURED National

લગ્નને થયા’તાં 28 દિવસ ને પુત્રવધૂ પ્રેગ્નન્ટ થઈ, પતિ-સસરાના થયા આવા હાલ

હોંશિયારપુરઃ પંજાબના હોંશિયારપુરમાં એક એવી ઘટના સામે આવી, જે જાણીને સૌ કોઇ ચોંકી ગયા. વાત એવી બની કે ઘરમાં પુત્રવધૂ આવવાથી બધા ખુશ હતા. સસરા પોતાની વહુના ગુણગાન ગાતા થાકતા નહોતા. પતિ તો ફૂલ્યો સમાતો નહોતો. અચાનક લગ્નના 28માં દિવસે પુત્રવધૂએ એવી ખુશી સંભળાવી કે સાસરિયાવાળાના પગ નીચેથી જમીન ખસી ગઇ.

પતિએ માથું પકડી લીધું તો સસરાએ હોબાળો મચાવી દીધો. અહીં નવી નવેલી દુલ્હન માતા બનવાની વાતથી સાસરિયામાં હડકંપ મચી ગયો. લગ્ન સુધી કોઇને પણ વહુ ગર્ભવતી હોવાની જાણ નહોતી. અચાનક ખુલેલા રહસ્યથી બધા સ્તબ્ધ થઇ ગયા.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના માહિલપુરની છે. અહીં યુવક-યુવતીના 15 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા. એ સમયે કોઇને પણ જાણ નહોતી કે પુત્રવધૂ પ્રેગ્નન્ટ છે. ગુરુવારે (12 માર્ચે) વહુએ પેટમાં દુખાવાની વાત કરી. સસરા અને પતિને લાગ્યું કે ખોરાકમાં કાંઇક આવી ગયું હશે. બાદમાં પુત્રવધૂને લઇને તેઓ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોક્ટરોએ કહ્યું કે વહુ ગર્ભવતી છે.

આ સાંભળતા જ સસરાના પગ નીચેથી જમીન ખસી ગઇ. મોડી રાતે વહુએ દીકરાને જન્મ આપ્યો. સાસરિયાવાળા હવે બાળકને અપનાવવા તૈયાર નથી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વાતની જાણ જ્યારે સિવિલ હોસ્પિટલની કોઇ નર્સને થઇ તો તેણે ગામડાના એક દંપતીને 60 હજાર રૂપિયામાં બાળક વેચી દીધું.

બાદમાં સસરાને બાળકનો મોહ લાગ્યો અને તેમણે હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો. હવે સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો. એસએમઓ ડો. સુનિલ આહીરે જણાવ્યું કે હોબાળો થયા બાદ મામલો સામે આવ્યો છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page