Only Gujarat

Bollywood

આ ગુજરાતણ કંઈક આ અંદાજમાં જોવા મળી રેમ્પ પર…

મુંબઇઃ ટીવી રિયાલીટી શો ‘બિગ બોસ’ની સીઝન 13માં જોવા મળી ચૂકેલી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હાલના દિવસોમાં નાગિન-4ને લઇને ચર્ચામાં છે. આ વચ્ચે તેણે એક ઇવેન્ટમાં રેમ્પ કર્યું હતું. આ દરમિયાન તેણે લહેંગો પહેર્યો હતો. આ સાથે જ તેણે હેવી નેકલેસ, માથા પર ચાંદલો અને રેડ લિપસ્ટિક લગાવી હતી.

રશ્મિ દેસાઇએ વાળમાં ગજરો લગાવ્યો હતો. તે ખૂબ  ગ્લેમરસ લાગી રહી હતી. કેટલાક લોકો  તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા  છે

એક યુઝરે એક્ટ્રેસની મજાક ઉડાવતા લખ્યું કે, દીદીએ રેમ્પ પરથી કાંઇ ચોરી તો નથી લીધું છે. બીજાએ લખ્યું-સસ્તી મોડલ.

એક યુઝર્સે લખ્યુ કે, શું અરહાન ત્યાં છે. અમે અરહશ્મિને સાથે જોવા માંગીએ છીએ. વાસ્તવમાં બિગ બોસમાં રશ્મિ પોતાની પર્સનલ લાઇફને ચર્ચામાં રહે છે. અરહાન ખાને પણ ટીવી પર તેને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો.

જોકે રશ્મિએ જ્યારે અરહાનના લગ્ન અને બાળકો અંગેની જાણકારી મેળવી તો તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

તે સિવાય રશ્મિ દેસાઇ બિગ બોસમાં ચીજ અને ચા છૂપાવતી હતી જેનો અનેકવાર ખુલાસો થયો હતો.

આ કારણથી રશ્મિ દેસાઇની મજાક ઉડાવવામાં આવે છે. હાલમાં રશ્મિ નાગિન-4માં જોવા મળી રહી છે.

બિગ બોસમાં ભલે તે જીતી શકી નહી પરંતુ રશ્મિ શોની હાઇએસ્ટ પેડ સ્પર્ધક હતી. તેણે વિનર સિદ્ધાર્થ કરતા વધુ રકમ મેકર્સ પાસેથી લીધી હતી.

બિગ બોસમાં આવતા અગાઉ રશ્મિ દેસાઇ ઉતરન અને દિલ સે દિલ તક જેવા શોમાં કામ કરી ચૂકી છે. તે સિવાય ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page