Only Gujarat

Bollywood

સુશાંત સિંહ રાજપૂત અભિનેત્રી શ્રદ્ધાને કહીને ગયો જીનિયસ બનવાની સિક્રેટ ટિપ્સ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત દુનિયાને અલવિદા કહ્યા પહેલા અભિનેત્રી શ્રદ્ધા કપૂરને જીનિયસ બનવા માટેની ટિપ્સ બતાવી ગયા અને એક નોટ પણ લખી હતી. સુશાંતે શ્રદ્ધાને એક બૂક ગિફ્ટ કરી હતી જેમાં જીનિયસ બનવા વિશે જણાવવામાં આવ્યું છે. બૂક પર સુશાંતે ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

અભિનેત્રી શ્રદ્ધા કપૂરે છેલ્લા કેટલાક દિવસથી સુશાંતને યાદ કરતી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ સુશાંતની સાથેની તસવીરો અને સુશાંતે ગિફ્ટમાં આપેલી બૂકની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. શ્રદ્ધાએ આ પોસ્ટમાં સુશાંતની સાથે ફિલ્મ છિછોરેના સેટ પર વિતાવેલી ક્ષણોને યાદ કરી.

શ્રદ્ધાએ સુશાંતની સાથે છિછોરેના સેટ પર લેવામાં આવેલી તસવીરો શેર કરી. તસવીરોમાં બંને છિછોરેના ગેટઅપમાં વાતો કરતા દેખાઇ રહ્યાં છે. જ્યારે બીજી તસવીર બૂક ધ સિક્રેટ પ્રિન્સિપાલ ઓફ જીનિયસના ફ્રંટ પેજની છે. સુશાંતે બૂક પર 22 માર્ચ 2019ની ડેટ મેન્શન કરી બે લાઇનની નોટ પણ લખી છે.

સુશાંતે નોટમાં લખ્યું કે ડિયર શ્રદ્ધા જીનિયસ બૂકમાં જોવાના અંદાજ જણાવવામાં આવ્યા છે. તમે કેવી રીતે કોઇ વસ્તુની સુંદરતાને જોવાનું પસંદ કરો છો. ત્યારબાદ સુશાંતે પોતાનો ઓટોગ્રાફ પણ કર્યો છે. આ પુસ્તકને વિશ્વના પ્રખ્યાત લેખક આઇસી રેબેલ્ડોએ લખી છે. પુસ્તકમાં મગજના બંધ પડેલા પાવરને ઉપયોગ કરવાની રીત અને જાતે જ સમજવાની ટિપ્સ જણાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જુને પોતાના મુંબઇ સ્થિત ફ્લેટ પર મૃત મળી આવ્યા હતા. તેઓએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે બોલીવૂડમાં હાવી નેપોટિઝમનો શિકાર થઇને તેઓ ડિપ્રેશનમાં હતા.

તેમના મૃત્યુ બાદથી બોલીવૂડ હસ્તિઓ નેટપોટિઝમ વિરુદ્ધ સામે આવી રહી છે અને બોલીવૂડમાં ભાઇભત્રીજાવાદ થવાની વાત કહી રહ્યાં છે. નેપોટિઝમને કારણે સુશાંત પાસેથી ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ સહિત અનેક ફિલ્મો છીનવી સ્ટારકિડને આપવામાં આવી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page