Only Gujarat

Bollywood

‘પાર્ટીમાં ક્રિકેટર્સની પત્નીઓ પણ ડ્રગ્સ લે છે’ બોલિવૂડની ફેમસ અભિનેત્રીનો ધડાકો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં નીકળેલા ડ્રગ્સ એન્ગલ અંગે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) તપાસ કરી રહી છે. બોલિવૂડમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતા એનસીબીએ તાજેતરમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિત ઘણા લોકોને સમન મોકલ્યું છે. હવે આ મામલે બોલિવૂડની એક એક્ટ્રેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, આઈપીએલ મેચ બાદ સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓ પણ ડ્રગ્સ લેતી હોય છે. એક્ટ્રેસે પોતે આ ઘટના જોઈ હોવાનો દાવો પણ કર્યો છે.

સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓ દ્વારા ડ્રગ્સ લેવાનો દાવો એક્ટ્રેસ શર્લિન ચોપરાએ કર્યો છે. શર્લિને કહ્યું કે, એનસીબી સારું કામ કરી રહી છે. શર્લિને દાવો કર્યો હતો કે, તેણે આઈપીએલની એક મેચ બાદ ક્રિકેટર્સની પત્નીઓને વૉશરુમમાં કોકેઈનનું સેવન કરતા જોઈ હતી.  (તસવીર-આઈપીએલની જૂની પાર્ટીની છે.)

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં શર્લિને જણાવ્યું કે,‘એનસીબી ઘણું સારું કામ કરી રહી છે. આપણે આટલા વર્ષોથી માનીએ છીએ કે જે સુપરસ્ટાર્સ છે, ડીવા છે, તેઓ આપણા દેવી-દેવતા છે. આજે આ દેવી-દેવતાઓની વાસ્તવિકતા સૌની સામે આવી ગઈ છે. આ લોકો માલ (ડ્રગ્સ) લે છે.’ (તસવીર-આઈપીએલની જૂની પાર્ટીની છે.)

શર્લિને આગળ જણાવ્યું કે,‘હવે આ લોકો એનસીબી પાસે જઈને જણાવશે કે તેઓ કેટલીવાર, ક્યાંથી અને ક્યારે ડ્રગ્સ લેતા હતા. હું કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ જોવા કોલકાતા ગઈ હતી. મેચ બાદ પાર્ટી રાખવામા આવી હતી. હું પણ તે પાર્ટીમાં સામેલ થઈ હતી. ત્યાં મે જોયું કે, ક્રિકેટર્સ અને બોલિવૂડ સેલેબ્સ બધા ‘દમ મારો દમ’ના મૂડમાં હતા.’ (તસવીર-આઈપીએલની જૂની પાર્ટીની છે.)

શર્લિને જણાવ્યું કે, તે જ્યારે ફ્રેશ થવા વૉશરુમમાં ગઈ તો ત્યાંનો નજારો જોઈ ચોંકી હતી. ત્યાં ક્રિકેટ સુપરસ્ટાર્સની પત્નીઓ કોકેઈનનો કશ લઈ રહી હતી. આ જોઈ તે ત્યાંથી તાત્કાલિક નીકળી ગઈ હતી. (તસવીરમાં શર્લિન ચોપરા)

 

You cannot copy content of this page