Only Gujarat

Bollywood

સૈફ અલી ખાન કરતો હતો કરીના સાથે લગ્ન ને અચાનક જ આવી ગઈ પહેલી પત્નીની યાદ ને પછી…!

મુંબઈઃ કરીના કપૂર અને સૈફ અલી ખાને 16 ઑક્ટોબરે પોતાની 8મી વેડિંગ એનીવર્સરી ઉજવશે. કપલને વર્ષ 2012માં લગ્ન કર્યા હતાં. પહેલાં અફેર, પછી લિવ ઇન અને પાંચ વર્ષના રિલેશન પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષોની ઓળખ છતાં બંનેએ લગ્ન કરવામાં ઘણો સમય લીધો. એક તરફ કરીના બોલિવૂડના સૌથી ફૅમશ પરિવારમાં જન્મી, તો સૈફ રોયલ પરિવારમાંથી છે. અલગ-અલગ ધર્મના હોવાને લીધે બંને ચર્ચામાં રહ્યાં હતાં. ઘણાં ઓછા લોકો જાણે છે કે, જે સમયે સૈફ, કરીના સાથે લગ્ન કરવાના હતાં તે સમયે તેમની પહેલી પત્ની અમૃતા સિંહની યાદ આવી હતી.

થોડાં વર્ષ પહેલાં સૈફ અલી ખાન કરણ જૌહરના ચેટ શૉમાં આવ્યાં હતાં. આ દરમિયાન તેમણે લાઇફ સાથે જોડાયેલાં ઘણાં સિક્રેટ શેર કર્યાં હતાં.

સૈફે જણાવ્યું કે, ‘કરીના સાથે લગ્નના દિવસે તેમને તેમની પહેલી પત્ની અમૃતા સિંહની યાદ આવી હતી. આ દરિયાન તે ખૂબ જ ઇમોશનલ થઈ ગયાં હતાં. કરીનાએ પણ તે સમયે તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો.’

કરણને જણાવ્યું કે, ‘તેમને લગ્નના દિવસે અમૃતા સિંહને લેટર લખ્યો હતો.’ આ લેટરમાં તેમની પહેલી પત્ની અમૃતા સિંહને આગળની લાઇફ માટે શુભેચ્છા આપી હતી. અમૃતા પાસે લેટર મોકલતાં પહેલાં સૈફે આ લેટર કરીનાને વંચાવ્યો હતો.

સૈફે આ શૉમાં એમ પણ જણાવ્યું કે, ‘કરીના ખૂબ જ સપોર્ટિવ છે અને તેણે જ કહ્યું હતું કે, આ લેટર અમૃતા સિંહને મોકલે.’

સૈફે ઉંમરમાં 10 વર્ષ નાની કરીના સાથે 16 ઓક્ટોબર 2012માં લગ્ન કર્યાં હતાં. કરીના પહેલાં સૈફ તેમનાથી 13 વર્ષ મોટી એક્ટ્રસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્ન વર્ષ 1991માં થયાં હતાં. 13 વર્ષ સાથે રહ્યાં પછી બંને વર્ષ 2004માં અલગ થઈ ગયાં હતાં.

સૈફ અને અમૃતાની પહેલી મુલાકાત ફિલ્મ ‘દિલ્લગી’ના સેટ પર થઈ હતી. બંને એક ફોટોશૂટ માટે મળ્યાં હતાં. અમૃતા મુજબ, ફોટોશૂટ દરમિયાન જ્યારે સૈફે અમૃતાના ખભા પર હાથ રાખી તેમને સૈફને એક નજરે જોયો, કેમ કે તે સમયે સૈફ બોલિવૂડમાં નવો આવ્યો હતો અને અમૃતા સિંહ તેમની ખૂબ સિનિયર હતી.

3 મહિના ડેટ કર્યાં પછી સૈફ અને અમૃતાએ વર્ષ 1991માં છુપાઈને સિક્રેટ લગ્ન કરી લીધા, કેમ કે બંને પોતાના લગ્નથી ડરતાં હતા. જેને લીધે સૈફ અને અમૃતાના વચ્ચે ઉંમરનો અંતર વધારે હતો. અમૃતા સૈફ કરતાં લગભગ 13 વર્ષ મોટી હતી. બંનેના મુજબ તેમણેએ લગ્નના બે દિવસ પહેલાં જ નક્કી કરી લીધું હતું કે જિંદગીભર સાથે રહેવાનું છે.

તો, કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમે લદાખમાં ફિલ્મ ટશન (2008)નું શૂટિંગ કરી રહ્યાં હતાં. તે સમયે મારું શાહિદ સાથે બ્રેકઅપ થયું હતું. સોશિયલી મળવા છતાં મારી અને સૈફ વચ્ચે વધારે વાત થતી નહોતી. જ્યારે શૂટિંગ દરમિયાન મેં તેમને હોટેલના પુલ પાસે જોયા તો તે જિન્સમાં લાઉન્જ ચેર પર બેઠા હતાં. સૈફને જોઈ મેં પોતાની ફ્રેન્ડને કહ્યું, ઓહ માય ગૉડ… હી ઇઝ હોટ કરીના મુજબ, પહેલાં શૉટ પછી અમે વાત કરી અને સૈફે મને ખૂબ જ હસાવી. આ પછી અમારી ફ્રેન્ડશિપ વધી ગઈ અને જલદી જ પ્રેમમાં બદલાઈ ગઈ.’

કરીનાના જણાવ્યા મુજબ, ‘અમને અમારી પ્રાઇવસી અંગે ચિંતા હતી. એટલે અમે ઘરવાળાને સ્પષ્ટ કહી દીધું કે જો મીડિયાએ અમારા લગ્નને વધારે હાઇલાઇટ કર્યાં તો અમે ઘરેથી ભાગી જઈશું.’ ઉલ્લેખનીય છે કે, સૈફ-કરીનાને એક દીકરો તૈમૂર છે. કરીના બીજીવાર મા બનવાની છે. તે નવા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચમાં બાળકને જન્મ આપશે.

You cannot copy content of this page