Only Gujarat

Bollywood FEATURED

નવા નક્કોર ઘરની બહાર સ્પોટ થઈ પ્રેગ્નેન્ટ કરીના કપૂર, નજીકથી દેખાતી હતી આવી

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર જલ્દી માતા બનવાની છે. કરીનાને હાલ 8મો મહિનો જાય છે. કરીના તેની બીજી પ્રેગ્નેન્સીને બહુ જ એન્જોય કરી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ કરીના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ છે જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારે સોમવારે અભિનેત્રી તેના નવા નક્કોર ઘરની બહાર સ્પોટ થઈ હતી તે દરમિયાન તેનું બેબી બંપ જોવા મળતું હતું. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને ચાહકો કમેન્ટ્સ કરી રહ્યાં છે.

પ્રેગ્નેન્ટ કરીનાની ઘણી તસવીરો તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. નવા ઘરના આંગણામાં કરીના ટેંગ ટોપ અને બ્લેક લૂઝ પેન્ટમાં જોવા મળી હતી. કરીનાનાં વાળમાં બન બનાવ્યું હતું માટે હેર બેન્ડ નાંખી હતી અને હાથમાં બેગ લીધી હતી. આંખો પર સનગ્લાસ પહેર્યા હતાં. નવા ઘરમાં પહેલીવાર કરીના એકદમ નજીકથી જોવા મળી હતી જેમાં તે બહુ જ જાડી લાગે છે. ત્યાર હાલ કરીના સાચવી-સાચવીને ચાલી રહી છે.

થોડા દિવસ પહેલાં જ પ્રેગ્નેન્ટ કરીનાએ સોશિયલ મીડિયા પેજ પર તેનાં નવાં ઘરની પહેલી તસવીર શેર કરી હતી. નવા ઘરની તસવીર જોયા પછી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. કરીના જ્યારે નવા ઘરમાં શિફ્ટ થઈ ત્યારે તેની બહેન કરિશ્મા પણ હાજર રહી હતી. કરિશ્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો અને કરીનાનો એક ફોટો શેર કર્યો હતો.

અભિનેત્રી કરીના કપૂરે તેની બીજી પ્રેગ્નેન્સી અંગે વાત કરતાં કહ્યું હતું કે, હું તે કરી રહી છું જે હું કરવાં ઈચ્છું છું. આ સમયમાં કામ કરવું ઠીક નથી. પછી તે મારી ગર્ભાવસ્થા દરમિયાન હોય કે બાળકનાં આવ્યા બાદ… આ બધું ફક્ત કહેવાની વાત છે. કોણે ક્યારે કહ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ કામ નથી કરી શકતી. વાસ્તવમાં આપ જેટલાં સક્રિય હોવ છો એટલું જ આપનું બાળક જ સ્વસ્થ આવે છે અને દરેક માતા તેમાં જ સૌથી વધુ ખુશ રહે છે.

You cannot copy content of this page