Only Gujarat

Bollywood

મરણ પથારિયે હતી અભિનેત્રીની માતા, કહ્યું-જીવતી છું ત્યાં સુધી અક્ષયનો આભાર માનતી રહીશ

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને અનેક લોકોના કોરોનાથી મોત પણ થઈ રહ્યા છે. ત્યારે દેશમાં અનલૉક – 1 લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં મોટાંભાગની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ફિલ્મ અને ટીવી શૉનું શૂટિંગ શરૂ કરવાની મંજૂરી સરકારે આપી છે પણ, તે ક્યારે શરૂ થાય છે તે કહેવું મુશ્કેલ છે.


એવામાં ઘણાં સમયથી બંધ પડેલા ટીવી શૉના શૂટિંગને કારણે ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો આર્થિક તંગીનો શિકાર થઈ રહ્યા છે. હાલમાં જ રેણુકા શહાણેએ એક ફેસબુક પોસ્ટ લખી તેની ફ્રેન્ડ ટીવી એક્ટ્રસ નૂપુર અલંકારની મદદ કરવા અપલી કરી હતી. તેમની પાસે બીમાર માને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે પણ રૂપિયા નથી. એવામાં અક્ષય કુમારે નૂપુર અલંકારની મદદ કરી છે.

અક્ષયનો આભાર માન્યો
રેણૂકાએ અક્ષય કુમારનો આભાર વ્યક્ત કરી તેમને એન્જલ કહ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, ‘હું તે દરેકની દયા વિશે શું કહું જેમણે આ મુશ્કેલીના સમયમાં મારી ફ્રેન્ડ નૂપુરની મદદ કરી. તમારા દરેકના યોગદાન માટે હું તમારો આભાર માનું છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એન્જલે તેમના માટે અજનબી નૂપુરની મદદ કરી અને તે નક્કી કર્યું કે નૂપુરની માની સારી રીતે સારવાર થઈ શકે.’

અક્ષયને કહ્યો દેવદૂત
રેણૂકાએ કહ્યું કે, ‘આ દેવદૂત કોઈ બીજું નહીં પણ સુપરસ્ટાર અક્ષયકુમાર છે. એક એવો માણસ, જેનું દિલ સોના જેવું છે. અક્ષય જી, કૃતજ્ઞતા જાહેર કરવા માટે આભાર શબ્દ ખૂબ જ નાનો છે. હું પ્રાર્થના કરું છું કે, તમને અને તમારા પરિવારને દરેક ખુશી અને સફળતા મળે. સાચે જ ઋણી છું.’

ફેસબુક પર માગી હતી મદદ
ફેસબુક પર શેર કરેલી એક પોસ્ટમાં રેણુકા શાહણેએ લખ્યું હતું કે, ‘મારી ફ્રેન્ડ અને ટીવીના અનેક શૉમાં કામ કરી ચૂકેલી નૂપુર અલંકાર અત્યારે આર્થિક સંકટથી પસાર થઈ રહી છે. તેમના બધાં રૂપિયા પીએમસી બેન્કમાં ફસાઇ ગયા છે. બેન્ક પર ગોટાળાનો આરોપ લાગવાને લીધે નૂપુર રૂપિયા લઈ શકતી નથી. નૂપુરને તેમની બીમાર માની સારવાર કરાવવી છે. તે એક્ટિંગ દ્વારા જ તેની માની સારવારનો ખર્ચ ઉઠાવી શકે છે. લૉકડાઉનને લીધે દરેક ટીવી શૉનું શૂટિંગ બંધ થઈ ગયું છે.’

મદદ કરવા વિંનતી કરી હતી
રેણુકાએ લખ્યું હતું કે, ‘નૂપુરની માની હાલત ખરાબ છે. તે તેની માને હોસ્પિટલમાં દાખલ કરાવવા માગે છે. આ સમયે તેને રૂપિયાની ખૂબ જ જરૂર છે. હું તમને દરેકને તેમની માની બેન્ક ડિટેલ શેર કરી રહી છું. જેટલું થઈ શકે નૂપુર અને તેમની માની મદદ કરો. મારી વાત પર વિશ્વાસ ના કરો પમ નૂપુર જરૂર વગર કોઈ પાસે મદદ માગતી નથી, પણ તે હાલાત સામે મજબૂર છે.

You cannot copy content of this page