Only Gujarat

Bollywood

ગરદનથી શરૂ કરીને લોઅર બેક સુધી ટેટૂમાં જોવા મળી સલમાનની ગર્લફ્રેન્ડ

મુંબઇઃ કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે ત્રણ મે ના રોજ લોકડાઉનનો સમયગાળો વધાર્યો છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ નિર્ણયનું દિલથી સ્વાગત કરી રહ્યા છે અને પોતાના ઘરમાં કેદ છે. સ્ટાર્સ પાસે ફેન્સ સાથે વાતચીત કરવાનો એક માત્ર વિકલ્પ સોશિયલ મીડિયા છે. તે તેનો ખૂબ ઉપયોગ પણ કરી રહ્યા છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાને અનેક એક્ટ્રેસને ફિલ્મમાં કામ કરવાની તક આપી છે. સલમાનની એક એવી જ મિત્ર યૂલિયા વંતુર છે. યૂલિયા વંતુર મૂળ રીતે યુરોપના દેશ રોમાનિયાની રહેવાસી છે. પરંતુ સલમાન ખાને તેને પણ બોલિવૂડમાં કામ કરવાની તક આપી હતી અને આજે તે ભારતમાં પણ ચર્ચામાં રહે છે.

આ વખતે યૂલિયા વંતૂરની ચર્ચા પાછળનું કારણ તેની વાયરલ થયેલી એક તસવીર છે. યૂલિયા વંતુરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તેની કમર પર અનેક ટેટૂ જોવા મળી રહ્યા છે. યૂલિયાના ગરદનથી શરૂ કરીને લોઅર બેક સુધી ટૈટૂ જોવા મળી રહ્યા છે. તેણે ગરદન પર એક ફૂલ બનાવ્યું છે. યૂલિયાની આ તસવીર તેના ફેન પેજે શેર કરી હતી. બાદમાં યૂલિયાએ તેને પોતાના સતાવાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી

યૂલિયા વંતૂર ખાન પરિવારની ખૂબ નજીક છે. બી-ટાઉન પાર્ટીમાં યૂલિયા સામેલ થતી રહી છે. મુંબઇમાં હોય તો તે સલમાન ખાનના પરિવાર સાથે રહે છે. જોકે, હાલમાં લોકડાઉનના કારણે સલમાન ખાન પોતાના ઘરથી દૂર ફાર્મહાઉસમાં છે.

 

You cannot copy content of this page