Only Gujarat

Bollywood

બોલિવૂડના જાજરમાન લગ્નમાં ખાનથી લઈને બચ્ચન પરિવારની હાજરી, જુઓ તસવીરો

મુંબઈ: કરીના કપૂરના ફુઈ રેમા જૈનના પુત્ર અરમાન જૈનના લગ્ન સોમવારે અનીશા મલ્હોત્રા સાથે થયા હતા. આ લેવિશ વેડિંગમાં બોલિવૂડના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. ભાઈના લગ્નમાં કરીના અને કરીશ્મા કપૂરે જોરદાર ડાન્સ કર્યો હતો. વરરાજા બનેલા અરમાન જૈન શેરવાની સાથે બ્લેક ગોગલ્સમાં જોવા મળ્યો હતો. અરમાનની જાન કારમાં પહોંચી હતી. કરિના અને કરિશ્મા વરરાજા સાથે કારમાં સવાર હતી. જાને જેવી એન્ટ્રી મારી કરીના-કરીશ્માએ ડાન્સ કરી માહોલને રંગીન બનાવી દીધો હતો.

લગ્ન બાદ નવદંપતીએ કેમેરામેન સામે પોઝ આપ્યા હતા. વરરાજા અરમાન જૈને ક્રીમ કલરની શેરવાણી પહેરી હતી. ગળામાં હીરાનો હાર પહેર્યો હતો. જ્યારે નવવધૂ અનીશા મલ્હોત્રા રેડ કલરની ચોલી પહેરી હતી અને માથામાં સિંદૂર પૂર્યું હતું.

ભાઈના લગ્નમાં કરીનાનો આગવો ઠાઠમાઠ જોવા મળ્યો હતો. કરીના યલો કલરની સાડી ખૂબ ગોર્જિયસ લાગતી હતી.  લગ્નમાં કરીના કપૂર આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે  મોટી બહેન કરિશ્મા કપૂરે પિંક કલરની સાડી પહેરી હતી.

અરમાન જૈનના લગ્નમાં આખો બચ્ચન પરિવાર આવ્યો હતો. ઐશ્વેર્યા રાયે ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો. ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગતી હતી. અમિતાભ અને જયા બચ્ચને પણ લગ્નમાં સામેલ થયા હતા.

જૈન પરિવારના લગ્નમાં નીતા અંબાણી દીકરી ઈશા અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી સાથે આવ્યા હતા. ગળામાં હીરાના નેકલેસ સાથે ઈશા અંબાણી ખૂબ જ સુંદર લાગતી હતી.

મામાના લગ્નમાં કરિશ્માની દીકરી સમાયરાએ પણ ખૂબ ડાન્સ કર્યો હતો. સમાયરાએ લાઈટ પિંક કલરની ચોલી પહેરી હતી. ગળામાં હીરાના નેકલેસ સાથે કરિશ્માની દીકરી સુંદર લાગતી હતી.

અરમાન જૈનના લગ્નમાં ખાન પરિવાર પણ આવ્યો હતો. લગ્નમાં સલમાનની માતા સલમા, ભાઈ અરબાજ અને સોહેલ ખાન, બહેન અલવિરા, જીજાતી અતુલ અગ્નોહોત્રી પણ સામેલ થયા હતા.

આ લેવિશ વેડિંગમાં મલાઈકા અરોરાની નાની બહેન અને અભિનેત્રી અમૃતા અરોરા ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

હંમેશાની જેમ કપૂર ખાનના ફંક્શનમાં અનિલ અંબાણીએ પણ હાજરી હતી. અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે આવ્યા હતા.

બોલિવૂડ અભિનેતા સંજય કપૂર પત્ની મહીપ અને દીકરી સનાયા કપૂર સાથે આવ્યો હતો. ટ્રેડિશનલ લૂકમાં સનાયા કપૂર ખૂબ જ સુંદર લાગતી હતી.

બોલિવૂડના સદાબહાર અભિનેતા અનિલ કપૂરે એકદમ ફ્રેશ મૂડમાં વેડિંગમાં હાજરી આપી હતી.

અરમાન જૈનના નાના ભાઈ આદર જૈનની ગર્લફેન્ડ તારા સુતરિયા પણ લગ્નમાં આવી હતી.

You cannot copy content of this page