Only Gujarat

Bollywood

હાઈપ્રોફાઈલ લગ્નમાં સનાયા કપૂરનો ચાલ્યો જાદુ, કિયારા અડવાણીનો પણ જલવો

મુંબઈ: બોલિવૂડના કપૂર ખાનદાન સાથે સંબંધ રાખનાર અરમાન જૈન પોતાના લગ્નના કારણે હાલમાં ચર્ચામાં છે. અરમાન જૈનના સોમવારે થયેલાં લગ્નમાં બોલિવૂડ, બિઝનેસથી લઈને રાજકારણની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. આ લેવિશ વેડિંગમાં બોલિવૂડની નવી જનરેશન આકર્ષણનું કેન્દ્ર બની હતી. તારા સુતરિયા, અનન્યા પાંડે, સનાયા કપૂર અને કિયારા અડવાણીનો જલવો જોવા જેવો હતો.

કરીના કપૂરના ફુઈ રીમા જૈનના દીકરા અરમાને જૈને ગયા વર્ષે જુલાઈમાં ગર્લફ્રેન્ડ અનીશા મલ્હોત્રાને પ્રપોઝ કર્યું હતું. અરમાનની કઝીન કરિશ્માએ સૌથી પહેલાં ઈન્સ્ટાગ્રામ પર આ ગૂડ ન્યૂઝ શેર કર્યા હતા. ગત્ ડિસેમ્બરમાં બંનેની રોકા સેરેમની યોજાઈ હતી. આ ગ્રાન્ડ વેડિંગમાં ખાન પરિવારથી લઈને બચ્ચન પરિવાર આવ્યો હતો.

બોલિવૂડમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી ડેબ્યૂ કર્યા બાદ હાલમાં આવેલી ફિલ્મ ‘પતી પત્ની ઔર વો’થી છવાઈ ગયેલી અભિનેત્રી અનન્યા પાંડે પણ આ વેડિંગમાં આવી હતી. અનન્યા પાંડે પિતા ચંકી પાંડે અને મમ્મી ભાવના પાંડે સાથે આવી હતી.

બોલિવૂડ અભિનેતા સંજય કપૂર પત્ની મહીપ અને દીકરી સનાયા કપૂર સાથે આવ્યો હતો. ટ્રેડિશનલ લૂકમાં સનાયા કપૂર ખૂબ જ સુંદર લાગતી હતી.

અરમાન જૈનના નાના ભાઈ આદર જૈનની ગર્લફેન્ડ તારા સુતરિયા પણ લગ્નમાં આવી હતી. તારા સુતરિયા અને આદર જૈને છેલ્લાં ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની સાથેની તસવીરો પણ અવારનવાર જોવા મળે છે.

‘કબીરસિંઘ’ ફિલ્મમાં જબરદસ્ત અભિનયના કારણે છેલ્લાં થોડા સમયથી ચર્ચામાં આવેલી કિયારા અડવાણી પણ લગ્નમાં આવી હતી.

આ લેવિશ વેડિંગમાં મલાઈકા અરોરાની નાની બહેન અને અભિનેત્રી અમૃતા અરોરા ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી હતી.અમૃતાએ હાલમાં પોતાના બર્થ-ડે મલાઈકા અને કરીના સાથે સેલિબ્રેટ કર્યો હતો.

બોલિવૂડના લગ્નમાં કંઈક આવા અંદાજમાં જોવા મળી અભિનેત્રી સોનાલી બેન્દ્રે.

અરમાન જૈનના લગ્નમાં નતાશા પુનાવાલા.

રમાન જૈનના લગ્નમાં નંદિતા મહેતાની. નંદિતા કરિશ્મા કપૂરના એક્સ હસબેન્ડ સંજય કપૂરની પહેલી પત્ની હતી.

અરમાન જૈનના લગ્નમાં બોલિવૂડને અનેક હસ્તીઓ આવી હતી.

You cannot copy content of this page