Only Gujarat

Bollywood FEATURED

TVની આ જાણીતી એક્ટ્રસને સતત આવી રહ્યાં છે ‘ગંદા’ મેસેજ, અભિનેત્રીએ શું કર્યો ખુલાસો?

મુંબઈઃ પોપ્યુલર સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ની એક્ટ્રસ ચાહત ખન્નાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખરાબ મેસેજ આવી રહ્યાં છે. ચાહતે ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે કે, લૉકડાઉનમાં તે સાઇબર ક્રાઇમનો શિકાર બની છે. ખરાબ મેસેજ અને ફ્રેન્ડ રિક્વેસ્ટને કારણે તે ડિપ્રેશનથી ઝઝુમી રહી છે. એક અખબાર સાથેની વાતચીતમાં ચાહતે આ વાત જણાવી હતી.

ચાહત ખન્નાએ જણાવ્યા મુજબ, ‘મને લાગે છે કે લૉકડાઉનમાં સાઇબર ક્રાઇમ ખૂબ જ વધી ગયો છે. કેટલીકવાર જાણી પણ શકાતું નથી કે તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે. જો હેકર તમને ઓળખે છે અને તમારી સાથે મળતાં પાસવર્ડને યૂઝ કરે છે. મારી સાથે કંઈક આવું જ થયું છે.’

ચાહતે જણાવ્યા મુજબ, ‘કેટલાક દિવસો પહેલાં એક જૂની ફ્રેન્ડને મળી હતી. હું તેનું નામ નહીં જણાવું. તેને મળ્યાં પછી કેટલાક દિવસો પછી મને લગ્ન માટે પ્રપોઝલ આવવા લાગ્યા હતાં. કેટલા લોકો મને ડેટ પર જવા વિશે પણ પૂછવા લાગ્યા હતાં. મારા એકાઉન્ટથી અજાણ્યા લોકોને રિક્વેસ્ટ પણ જવાં લાગી હતી. એટલું જ નહીં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અનેક લોકોના ખરાબ મેસેજ પણ આવવા લાગ્યા. એટલું જ નહીં મારી પાસે પણ ખરાબ મેસેજ આવવા લાગ્યા. તે પછી મારા પર અલગ-અલગ આરોપ લગાવવાના શૂરૂ કર્યા.’

ચાહતે વધુમાં જણાવ્યું કે, ‘મે આ ઘટનાની ઓનલાઇન બે વાર ફરિયાદ કરી પણ હજુ સુધી કોઈ જ એક્શન લેવામાં આવી નથી. હું જાણું છું કે અત્યારે પોલીસ પાસે કોરોના સંકટ સામે લડવાની જવાબદારી છે પણ હું ખૂબ જ હેરાન છું.’

ચાહતે તેની લાઇફમાં બે લગ્ન કર્યાં છે. પહેલાં લગ્ન તેમણે 20 વર્ષની ઉંમરે ડિસેમ્બર, 2006માં ભરત નરસિંઘાનિયા સાથે કર્યા હતા. લગ્ન માટે ચાહતે ‘બડે અચ્છે લગતે હૈં’ જેવો પોપ્યુલર શૉ છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, 7 મહિના પછી તેમનો સંબંધ તૂટી ગયો હતો. ચાહતે ભરત પર ફિઝિકલ અબ્યૂઝ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ચાહતે ફેબ્રુઆરી, 2013માં ફેમસ રાઇટર શાહરૂખ મિર્ઝાના દીકરા ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યાં. જોકે, 5 વર્ષ પછી સપ્ટેમ્બર, 2018માં ચાહતે બીજા લગ્ન તોડવાનો નિર્ણય લીધો હતો. ચાહતે ફરહાન પર સેક્શુઅલી અને મેન્ટલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.

બીજા લગ્ન કર્યાં પછી ચાહત ખન્નાને બે દીકરી છે. મોટી દીકરીનું નામ જૌહર મિર્ઝા અને નાની દીકરીનું નામ અમાયરા મિર્ઝા છે.

ચાહતે તેનાં એક્ટિંગ કરિયરની શરૂઆત 2005માં આવેલી સિરીયલ ‘કુમકુમઃ પ્યારા સા બંધન’થી કરી હતી. તે પછી ચાહત ‘ભક્તિ હી શક્તિ હૈ’, ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’, ‘બડે અચ્છે લગતેહૈ’ જેવી સિરીયલોમાં જોવાં મળી હતી.

You cannot copy content of this page