Only Gujarat

Bollywood FEATURED

પુત્રીનો હાથ પકડીને અભિનેત્રી કામ્યા પંજાબીએ આ રીતે ઉજવી હલ્દી સેરેમની, જુઓ અંદરની તસવીરો

મુંબઈ: ટીવી શો ‘શક્તિ-અસ્તિસ્વ કા અહેસાસ’માં જોવા મળેલી અભિનેત્રી કામ્યા પંબાજી બોયફ્રેન્ડ શભલ દાંગની સાથે લગ્ન કરવા જઈ રહી છે. બન્નેના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. રવિવારે કામ્યા પંબાજીની હલદી સેરેમની યોજાઈ હતી જેની તસવીરો સામે આવી છે. હલદી સેરેમનીમાં કામ્યા બહુ જ ખુશ જોવા મળી હતી. એટલું જ નહીં કામ્યા પુત્રીના હાથ પકડીને હલદી લગાવવા પહોંચી હતી. શનિવારે કામ્યા અને શલભે ગુરૂદ્વારમાં સગાઈ કરી હતી.

Image Source

તમને જણાવી દઈએ કે, કામ્યાને હલદી લગાવવામાં આવ ત્યારે પુત્રી હસ્સી પડી હતી. કામ્યાએ હલ્દી સેરેમની સાથે જોડાયેલા ઘણાં ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં. એ બધી જ તસવીરોમાં કામ્યા બહુ જ ખુશ જોવા મળી રહી હતી.

Image Source

સગાઈ પહેલાં જ શલભે બેસીને કામ્યાને પ્રપોઝ કર્યુ હતું અને ડાયમંડની વીંટી પહેરાવી હતી. આ અવસર પર શલભે સફેદ પેન્ટ અને લીલા રંગનો કૂર્તો પહેર્યો હતો. જ્યારે કામ્યાએ બ્લેક ગોલ્ડન કલરનું શરારા અને યલો કલરનો કૂર્તો અને દુપત્તે કેરી કર્યો હતો. કામ્યાની સગાઈના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Image Source

થોડા દિવસ પહેલાં જ કામ્યાએ લગ્નનું કાર્ડ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કાર્ડની તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, Ganapati Bappa Moryaa ❤️ #ShubhMangalKaSha ❤️ @shalabhdang. બંન્ને લાંબા સમયથી રિલેશનશીપમાં છે. આજે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં.

Image Source

તમને જણાવી દઈએ કે, પ્રી-વેડિંગ સેરેમની, હલ્દી, મહેંદી અને સંગીત 9 ફેબ્રુઆરી યોજાઈ હતી. જેની તસવીરો પણ સામે આવી હતી. 11 ફેબ્રુઆરીએ એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામા આવ્યું છે. ત્યાર બાદ દિલ્હીમાં એક રિસેપ્શન પણ યોજાવામાં આવશે.

Image Source

મહત્વની વાત એ છે કે, અભિનેત્રી કામ્યા અને શલભે એક વર્ષ પહેલા આજ તારીખે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું જ્યારે હવે એ જ તારીખે બન્ને લગ્ન કરવા જઈ રહ્યાં છે. વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનામાં શલભે કામ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું.

Image Source

નોંધનીય છે કે, કામ્યા પંજાબીના બીજા લગ્ન છે. તેણે વર્ષ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યાં હતા. બન્નેની એક દિકરી છે. પરંતુ કામ્યા અને બંટી 2013માં અલગ થઈ ગયા હતા.

Image Source

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page