Only Gujarat

Bollywood

બોલિવૂડની આ ફિલ્મોમાં દેખાડવામાં આવ્યા છે એક્સ્ટ્રા મેરીટલ અફેર, જાણો એવી કઈ-કઈ છે ફિલ્મ

મુંબઈ: એકતા કપૂરની વેબ સીરીઝ ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સિઝન 6 જૂને રિલીઝ થઈ રહી છે. આ વેબ સીરીઝમાં રોનિત રોય, મોના સિંઘ અને ગુરદીપ કોહલી મુખ્ય ભૂમિકામાં છે. વેબ સીરીઝ ખાસ્સી ચર્ચાઓમાં છે. વેબ સીરીઝ એક્સ્ટ્રા મેરીટલ અફેર પર આધારિત છે. મનોરંજન ઉદ્યોગમાં ઘણી એવી ફિલ્મો અને TV શોઝ છે જ્યાં એક્સ્ટ્રા મેરીટલ અફેર બતાવવામાં આવ્યું છે. તો વાત કરીએ બોલીવુડની એ ફિલ્મો વિશે જ્યાં એક્સ્ટ્રા મેરીટલ અફેર જોવા મળ્યું હતું.

ગૃહ પ્રવેશ
આ ફિલ્મમાં સારિકા, સંજીવ કુમાર અને શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકાઓમાં હતા.ફિલ્મમાં સંજીવ (અમર) અને શર્મિલા (માનસી) પતિ પત્ની ભૂમિકામાં હતાં અને સારિકા (સપના) સંજીવની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં હતી. આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અમર પરિણીત હોવા છતાં સપનાના પ્રેમમાં પડે છે અને માનસીથી છૂટાછેડા માંગે છે. પરંતુ ફિલ્મના અંતે અમરને તેની ભૂલનો અહેસાસ થાય છે અને તે માનસી પાસે પાછો આવી જાય છે.

અસ્તિત્વ
આ ફિલ્મમાં તબ્બુ અને મોહનીશ બહલ મુખ્ય પાત્રોમાં હતા. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે કોઈ સ્ત્રી તેના પતિની કઠોરતા અને એકલતાથી પરેશાન થઇ કોઈ બીજાના પ્રેમમાં પડે છે.

હમારી અધૂરી કહાની
આ ફિલ્મમાં વિદ્યા બાલન અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકાઓમાં હતાં. વિદ્યા બાલન તેના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી, ત્યારે ઇમરાન હાશ્મીએ તેના જીવનમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બે લોકો વિવિધ પરિસ્થિતિઓમાં નજીક આવે છે અને પ્રેમમાં પડે છે.

લિબાસ
આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, રાજ બબ્બર અનુ કપૂર જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મનું નિર્દેશન ગુલઝારે કર્યું હતું. આ ફિલ્મ પણ એક્સ્ટ્રા મેરીટલ અફેર પર આધારિત હતી.

પતિ પત્ની ઔર વો
સંજીવ કુમારની ફિલ્મ ગૃહ પ્રવેશ ઉપરાંત ‘પતિ પત્ની ઔર વો’માં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સંજીવ કુમાર (રંજીત ચઢ્ઢા), વિદ્યા સિંહા (શારદા ચઢ્ઢા) અને રંજીતા કૌર (નિર્મલા દેશપાંડે) હતા.રંજીત અને શારદા પતિ-પત્નીની ભૂમિકાઓમાં હતાં.ફિલ્મમાં નિર્મલા સાથે રંજીતનું અફેર બતાવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લે, નિર્મલા અને શારદા બંને રંજીતને તેની ભૂલનો અહેસાસ કરાવે છે.વર્ષ 2019 માં આ જ નામ સાથે એક ફિલ્મ આવી હતી.ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકાઓમાં હતા.આ ફિલ્મમાં પણ એક્સ્ટ્રા મેરીટલ અફેર જોવા મળ્યો હતો.

અર્થ
આ ફિલ્મમાં શબાના આઝમી, સ્મિતા પાટિલ, કુલભૂષણ ખરબંદા અને રાજ કિરણ મહત્વની ભૂમિકાઓમાં હતાં. ફિલ્મમાં એક્સ્ટ્રા મેરીટલ અફેર દ્વારા બરબાદ થતા જીવનની વાર્તા બતાવવામાં આવી હતી.

You cannot copy content of this page