Only Gujarat

Religion

પ્રાણીઓ જ્યારે ગ્રહણ થાય ત્યારે વિચિત્ર હરકતો કેમ કરે છે? કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદ: દેશમાં શુક્રવારે રાત્રે બીજું ચંદ્રગ્રહણ જોવા મળ્યું.. તે ભારત સહિત એશિયા, યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ભાગોમાં દેખાયું. ગ્રહણ રાત્રે 11: 15 કલાકે શરૂ થયું, જે રાત્રે 2.34 કલાક પર પૂરું થયું. જોકે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે, જેનો મનુષ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે, પરંતુ શું તમે જાણો છો કે ગ્રહણ માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓને પણ અસર કરે છે. તેથી જ આ સમય દરમિયાન, પ્રાણીઓ અને પક્ષીઓ વિચિત્ર પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરે છે. આમાં સૂર્યગ્રહણથી લઈને ચંદ્રગ્રહણ પણ શામેલ છે.

એક અહેવાલ મુજબ, ગ્રહણ દરમિયાન, કરોળિયાની કેટલીક પ્રજાતિઓની વર્તણૂકમાં અચાનક બેચેની જોવા મળે છે અને એ પોતાના જ જાળાઓ તોડવાનું શરૂ કરે છે અને જ્યારે ગ્રહણ સમાપ્ત થાય છે ત્યારે તેઓ તેને ફરીથી બનાવવાનું શરૂ કરે છે. પક્ષીઓમાં પણ કેટલાક આવા જ પરિવર્તન થાય છે. જ્યાં તેઓ સામાન્ય રીતે દિવસભર આમ થી તેમ ઉડ્યા કરે છે, પરંતુ ગ્રહણ દરમિયાન, તેઓ અચાનક તેમના ઘરે પાછા ફરી જાય છે.

ગ્રહણ દરમિયાન ચામાચીડિઓમાં પણ પરિવર્તન આવે છે. ગ્રહણ દરમિયાન, તેઓ ભ્રમિત થઇ જાય છે કે રાત થઇ ગઈ છે અને તેઓ ઉડવાનું શરૂ કરે છે. આ સિવાય જ્યારે સુપર મૂન દરમિયાન જયારે ચંદ્ર વધુ તેજસ્વી હોય છે, ત્યારે બતકોની વર્તણૂક પણ બદલાવ દેખાવા લાગે છે. વૈજ્ઞાનિકોએ જંગલી બર્ફીલા બતક પર સંશોધન કર્યું હતું અને તે દરમિયાન તેઓએ તેના શરીરમાં એક નાનું ઉપકરણ ફીટ કર્યું અને જોયું કે સુપર મૂન દરમિયાન બતકના હૃદયના ધબકારા વઘી જાય છે. તેમજ તેમના શરીરનું તાપમાન પણ વધે છે. જો કે, જ્યારે ગ્રહણ સમાપ્ત થાય છે, ત્યારે તે આપમેળે ફરી સ્વસ્થ પણ થઇ જાય છે.

2010 માં થયેલા એક સંશોધન મુજબ, આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા દેશોમાં જોવા મળતા વાંદરાઓની એક પ્રજાતિ,જેને ‘નાઇટ મંકી’ (રાત્રી વાનર) તરીકે ઓળખવામાં આવે છે તે, ચંદ્રગ્રહણ થતાંની સાથે જ ભયભીત થઈ જાય છે. જ્યાં તેઓ સામાન્ય રીતે અલગ અલગ વૃક્ષઓ પર કૂદકાઓ લગાવતા હોય છે, પરંતુ ગ્રહણ દરમિયાન તેઓ ઝાડ પર ચાલતા પણ ડરતા હોય છે.

સામાન્ય રીતે હિપ્પોપોટેમસ, જેને દરિયાઈ ઘોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાણીમાં જ રહે છે, પરંતુ સૂર્યગ્રહણ દરમિયાન તેઓ બેચેન થઇને સુકા સ્થાનો તરફ ચાલી નીકળે છે.એક ગ્રહણ દરમિયાન ઝિમ્બાબ્વેમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. પરંતુ, જો ગ્રહણ અડધા રસ્તે સમાપ્ત થાય અને સૂર્યપ્રકાશ પાછો આવે, તો તેઓ પાછા ફરી જાય છે.

You cannot copy content of this page