Only Gujarat

FEATURED Religion

31 જાન્યુઆરીએ બુધનું ગોચર, આ ચાર રાશિઓના જાતકો થશે માલમાલ, તમારી રાશિ તો નથી ને?

અમદાવાદઃ સંચાર, બુદ્ધિ તથા વાણીનો કારક બુધ ગ્રહ આ 31 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સાત એપ્રિલ સુધી આ જ રાશિમાં રહેશે. આ દરમિયાન 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી મધ્ય વક્રી અવસ્થામાં રહેશે. બુધ વક્રી થતા અનેક ક્ષેત્રોમાં વ્યાપક પ્રભાવ થાય છે. કુંભ તેના મિત્ર ગ્રહ શનિની રાશિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી છે. આ કન્યા રાશિમાં ઉચ્ચ તથા મીન રાશિમાં નીચનો છે. બુધનું ગોચર તમામ રાશિઓને સારી-નરસી અસર પાડશે.

મેષઃ તમારી ક્ષમતામાં વધારો થશે અને તમારી કાર્ય કુશળતા વધશે. તમારા પ્રયાસોથી આવક વધશે અને આ ગોચર તમારા માટે આવકની દૃષ્ટિએ અનુકૂળ સાબિત થશે. તમારી આવક વધવાની શક્યતા છે.


વૃષભઃ ગોચર તમારા કાર્યક્ષેત્રમાં ઉન્નિત સાબિત થશે. તમારા જ્ઞાન તથા બુદ્ધિના બળ પર તમને કાર્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો, જેનો તમને લાભ મળશે. કાર્ય-વેપારમાં વધારો થશે.


મિથુનઃ તમારું ભાગ્ય ચમકશે. આનાથી પ્રોપર્ટીના મામલે તમને અત્યંત લાભ થશે. કેટલાંક જાતકોને ઘર બદલવામાં સફળતા મળશે અને માન-સન્માનમાં વધારો થશે. ધાર્મિક યાત્રા થવાની સંભાવના છે.


કર્કઃ તમારો મુશ્કેલ સમય શરૂ થશે. તમારે સંઘર્ષ કરવો પડશે પરંતુ મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં. આ દરમિયાન ખર્ચમાં વધારો થશે. કારણ વગરની યાત્રા કરવી પડશે.


સિંહઃ તમારું પરિણીત જીવન સારું પસાર થશે અને જીવનસાથી સાથેની નિકટતા વધશે. એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરી શકશો, એકબીજા પ્રત્યે આકર્ષણ વધશે.


કન્યાઃ આ સમય તમારા માટે મિશ્ર રહેશે. તબિયતની દૃષ્ટિએ તમારી સહેજ અમથી બેદરકારી તમને મુશ્કેલીમાં નાખી શકે છે. બીજી બાજુ, તમારી મહેનત રંગ લાવશે.


તુલાઃ ઉચ્ચ શિક્ષણમાં સારું પરિણામ મળશે. વિદેશ જવા ઈચ્છતા હશો તે આ અંગે સમાચાર મળી શકે છે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં સંબંધો મધુર બનશે. પ્રેમી-પ્રેમિકા સાથે રોમાન્સ કરવાની તક મળશે.


વૃશ્ચિકઃ સુખ સંપત્તિમાં વધારો થશે. તમે સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરશે અને સુખ મળશે. આ ઉપરાંત તમારું સોશિયલ સર્કલ મજબૂત બનશે અને પારિવારિક જીવનમાં અનેક પ્રકારના સકારાત્મક ફેરફાર જોવા મળશે.


ધનઃ વધુ પ્રમાણમાં યાત્રા થશે. આ યાત્રા સુખ-સુવિધા, આનંદ તથા ધન વધારનારી સાબિત થશે. તમારા ઘરમાં નાના ભાઈ-બહેનો સાથે સંબંધો સારા બનશે અને તમારા કાર્યોમાં તમારા મિત્રોને સહયોગ પ્રાપ્ત થશે.


મકરઃ આર્થિક સ્તર પર લાભ મળશે અને આર્થિક સ્થિતિ સારી બનશે. ભાગ્યનો પૂરતો સાથ મળશે, જેથી અટકાયેલા કામ પૂરા થશે. યાત્રાઓથી ધન પ્રાપ્તિ થશે.


કુંભઃ આધ્યાત્મિક વિષય તરફ રસ વધશે. સંશોધનમાં સારા પરિણામો મળશે અને તમારા વિચારોમાં ઊંડાઈ આવશે. વાસ્તિવક સ્થિતિને જાણીને તેના પર અભિપ્રાય આપવાનું પસંદ કરશો.


મીનઃ તમારો ખર્ચ વધશે, જેની અસર ખિસ્સા પર પડશે. આથી આર્થિક સ્થિતિ થોડી બગડી શકે છે. આ સમય દરમિયાન કેટલાંક જાતકોને વિદેશ જવામાં સફળતા મળશે. પ્રોપર્ટી ખરીદવાની દિશામાં સફળતા મળી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page