Only Gujarat

Gujarat TOP STORIES

અમદાવાદમાં ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર, હેરીટેજ લૂક સાથે અનેક ફેસિલિટી

અમદાવાદ: ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ હેપ્પી સ્ટ્રીટ શરૂ થશે. આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય એવું લાગે છે. આ સ્ટ્રીટમાં ડસ્ટબીન અને અલગ ડ્રેનેજ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેથી સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહે.

અમદાવાદમાં ખાવાના શોખીનો માટે લો-ગાર્ડન પાસે ખાણીપીણીની માર્કેટનો પહેલાંથી જ ખૂબ ક્રેજ રહ્યો છે. જોકે અહીં આડેઘડ લારીઓ પાર્ક થતી હોવાથી ટ્રાફિક અને ગંદકીની સમસ્યા બહુ રહેતી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ દૂર કરી તેને નવેસરથી ‘હેપ્પી સ્ટ્રીટ’ તરીકે ડેવલપ કરી છે.

આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો છે. તેમજ અનેક ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. ‘હેપ્પી સ્ટ્રીટ’ સાંજના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ ‘હેપ્પી સ્ટ્રીટ’ની એક સાઈડ 31 મોટી અને 111 નાની મળી કુલ 42 ફુડ વાન ઉભી રહેશે. મોટી ફૂડ વાનની નજીક 24 અને નાના ફૂડવાનની નજીક 8 ગ્રાહકોની ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવી શકાશે.

‘હેપ્પી સ્ટ્રીટ’માં દિવસના સમયગાળા દરમિયાન બંને તરફ પાર્કીગ વ્યવસ્થા રહેશે. સાંજે 6 વાગ્યા બાદ એક તરફ પાર્કીગ ઉપલબ્ધ રહેશે.

ફુડવાન ધારકોએ ફૂડકોર્ટના સ્થળે સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવા વોશબેસીન સહિતની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.

 

 

પાર્કિંગની બાજુમાં સાઈકલ રાઈડિંગ માટે અલગ પાથ બનાવવામાં આવ્યો છે. તેમજ તેની બાજુમાં ફુટપાથ પણ બનાવવામાં આવ્યો છે. મોર્નિંગ વોક માટે નીકળતાં લોકો તેનો લાભ લઈ શકશે.

દરેક વાનની બાજુમાં ડ્રેનેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલે પાણી અને કચરાનો તાત્કાલિક નિકાલ થઈ જશે અને સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહેશે.

કોર્પોરેશન ફુડ વાન માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં સૌથી મોટી જગ્યા માટે રૂપિયા 1.67 લાખ અને નાની જગ્યા માટે રૂપિયા 90 હજાર સુધીના ભાવ મળ્યા હતા. કોર્પોરેશનને વર્ષે અંદાજે 4 કરોડની આવક થશે.

સ્ટ્રીટમાં એક જોગણી માતાનું મંદિર હતું એને એમ ને એમ રાખવામાં આવ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરી શકશે.

You cannot copy content of this page