Only Gujarat

Gujarat

આ ગુજરાતી છોરાને સોશિયલ મીડિયામાં સીનસપાટા મારવા મોંઘા પડ્યા

આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાધનને હથિયારો સાથે રીલ્સ અને ફોટા પોસ્ટ કરવાનું જાણે ગજબનું ઘેલું લાગ્યું છે. ત્યારે આવા યુવાનો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે ફોટોગ્રાફ પોસ્ટ કરનાર યુવક અને તેને પોતાનું પરવાના વાળું હથિયાર આપનાર બે લોકો સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે આર્મ્સ એકટનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ ચિત્રાખડા ગામમાં મુખ્ય આરોપી રાકેશ પનાભાઈ ડાભીએ પોતાની પાસે કોઈ હથિયારનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડી પર ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેની પાસે હથિયાર હતા.

આ હથિયારના માલિક લાલજી રૈયાભાઇ ડાભી અને સુરેશ રૈયાભાઇ ડાભીએ પોતાનું લાયસન્સવાળું હથિયાર રાકેશને આપી દીધું હતું. જેમની પાસે હથિયાર રાખવાનો પરવાનો ન હતો. જે લાયસન્સ ધારકની શરતનો ભંગ ગણાય.

આ ઉપરાંત રાકેશે સમાજમાં ભય ઊભો કરવાના ઇરાદે પોતાના મોજ શોખ ખાતર પરવાનાવાળા હથિયાર સાથે તસવીર ખેંચીને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી. જેથી ત્રણેય શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ખાતે sog ટીમે આર્મ્સ એકટ કલમ-29,30 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You cannot copy content of this page