Only Gujarat

Gujarat

દ્વારકા મંદિરમાં યુવકે યુવતીને તેડીને સીડી ચડી, યુવકે બધાની વચ્ચે કેમ આવું કર્યું? જાણો કારણ

કહેવાય છે કે સાચા દીલથી કોઈ વસ્તુ માંગો એટલે ભગવાન જરૂર તમારી માનતા પૂરી કરે જ છે. તેમાં પણ ‘દ્વારકાના રાજા’ શ્રીકૃષ્ણ ભગવાન પાસે માંગો અને એ ન આપે એવું બંને? દેશ-દુનિયાના ખૂણેખૂણેથી લોકો દ્વારકા રણછોડરાય ભગવાનની અલગ-અલગ માનતા ઉતરવા આવે છે. હાલમાં એક કપલ એક કપલે અલગ જ માનતા ઉતારવા આવ્યું છે. દ્વારકા મંદિરના પગથિયા પર આ સુંદર દૃશ્ય જોઈને લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

વાત એમ છે કે હાલમાં એક યુવક એક યુવતીને તેડીને મંદિરના 56 પગથિયાની સીડી ચડ્યો હતો. આ તકે હાજર સૌ કોઈને પહેલાં તો આશ્ચર્ય થયું હતું. બાદમાં કપલ મંદિરમાંથી દર્શન કરીને પરત આવ્યું ત્યારે મીડિયા સાથે તેણે વાત કરી હતી. જેમાં યુવકે યુવતીને તેડીને કેમ સીડી ચડી હતી એની વાત કરી હતી .

યુવતીને તેડીને ચડનાર યુવકનું નામ કિરણજી ઠાકોર છે. તેઓ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઉનાલી ગામના વતની છે. કિરણજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ”મારું અને મારી પ્રેમિકાનું ફેમિલી અમારા મેરેજ માટે રાજી નહોતું. એટલે મેં દ્વારકાધીશની માનતા માની હતી કે અમારું ફેમિલી રાજી થઈ જશે તો હું 56 પગથિયાની સીડી પ્રેમિકાને તેડીને ચડાવીશ. દ્વારકાધીશે મારી માનતા પૂરી કરી છે અને આજે હું માનતા ઉતારવા આવ્યો છું.”

કિરણજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું, ”મારી આ માનતા 7 મહિનામાં પૂરી થઈ છે. મેં દ્વારકાધીશને કહ્યું હતું કે આટલા સમયમાં માનતા પૂરી થશે તો હું તેને દર્શન કરાવવા લાવીશ. ભગવાને સાત મહિનામાં મારી મનોકામના પૂરી કરી છે.”

જ્યારે યુવતીએ જણાવ્યું હતું કે મેં પહેલી વખત જ દ્વારકાધીશના દર્શન કર્યા છે. માનતા પૂરી થતાં સારી ફિલિંગ્સ આવે છે. અને દ્વારકાધીશ સૌની ઈચ્છા પૂરી કરે એવી જ પ્રાર્થના છે.

You cannot copy content of this page