Only Gujarat

Gujarat

એક્ટિવા પર સસરાએ કર્યા પુત્રવધુ સાથે શારીરિક અડપલાં , શરમનજક કિસ્સો

અમદાવાદ: મહિલા સન્માનને ઠેસ પહોંચાડતો વધુ એક શરમજનક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં નિવૃત્ત પોલીસ કર્મીએ પુત્રવધુને ધમકી આપી કે, તું મારી ઈચ્છા પૂરી કર, નહીં તો તને ઘરમાંથી કાઢી મુકીશ. પિતા સમાન સસરાના અડપલાં અને નીચ હરકતથી કંટાળીને આખરે મહિલાએ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત વિગત એવી છે કે, શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા નિવૃત્ત પોલીસકર્મી સસરાએ પુત્રવધૂને પોતાની સાથે સંબંધ રાખવાનું કહી શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સસરાએ ધમકી આપી હતી કે તું મારી ઇચ્છા પૂરી નહીં કરે તો તને ઘરમાં રહેવા દઈશ નહીં. મહિલાએ આ વાત ઘરના વડીલોને કરવા કરતા સાસુ- સસરાથી અલગ રહેવાનું પસંદ કર્યું હતું. જો કે બાદમાં પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને છૂટાછેડા આપી દેવા અને ઘરમાથી બહાર જતાં રહેવા કહ્યું હતું. આખરે પરિણીતા ઓઢવ ખાતે તેના પિયરમાં જતી રહી હતી.

હાલમાં ઓઢવ ખાતે માતા- પિતા સાથે રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન 2018માં સરખેજ મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવક સાથે થયા હતા. તે સમયે સસરા પોલીસમાં નોકરી કરતા હતા. દોઢ વર્ષ બાદ મહિલાને કાનની તકલીફ હોવાથી અવારનવાર ઓઢવ દવાખાને આવવા-જવાનું થતું હતું. તે સમયે સસરાએ પુત્રવધુને કહ્યું હતું કે હું કાયમ તારી સાથે દવાખાને આવીશ. એક્ટિવા પર જ્યારે મહિલા સસરા સાથે દવાખાને જતા હતી ત્યારે સસરા શારીરિક અડપલાં કરતા હતા અને ખરાબ દાનત રાખતા હતા. સસરાને સાથે આવવાની ના પાડવા છતાં તેઓ માન્યા નહોતા અને બળજબરીપૂર્વક સાથે આવતા અને ધમકીઓ પણ આપતા હતા.

એક વાર રસ્તામાં એક્ટિવા પર અડપલાં કરી સસરાએ કહ્યું હતું કે, તું મને બહુ ગમે છે હું તને ઘરમાં બહુ સારી રીતે રાખીશ, તારે મારી સાથે સંબંધ રાખવો પડશે. જા તું મારી ઇચ્છા પૂરી નહીં કરે તો ઘરમાંથી કાઢી મુકીશ. મારા દીકરાને બીજે પરણાવી દઈશ એવી ધમકી પણ સસરાએ આપી હતી. ડરના માર્યા આ બાબતે મહિલાએ કોઈને જાણ કરી ન હતી. એકવાર તો એવું બન્યું કે, મહિલા જ્યારે ઘરમાં એકલી હતી અને ઘરના પરિવારના સભ્યો જ્યારે બહાર ગયા હતા ત્યારે સસરા અચાનક પાછળથી આવ્યા અને મહિલાને પકડી જબરદસ્તી કરવા લાગ્યા હતા. જેથી પુત્રવધુ સસરાને થપ્પડ મારી બહાર નીકળી ગઈ હતી. સમગ્ર મામલે પરિવારને ખબર પડતા મહિલા તેના પતિને લઈને અલગ રહેવા માટે જતી રહી હતી. જો કે બાદમાં પતિ પણ મહિલા સાથે નાની બાબતોમાં ઝઘડા શરૂ કર્યા હતા. આખરે કંટાળીને મહિલાએ સસરા અને પતિ વિરુદ્ધ પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page