Only Gujarat

Business FEATURED

ભારતના અમીર બિઝનેસમેનની છે આ દીકરી, એક સમયે કોઈ કંપની લોન આપવા તૈયાર નહોતી

મુંબઈઃ દેશના સૌથી ધનવાન લોકોમાં સામેલ આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલા સિંગર અને સંગીતકાર પણ છે. અનન્યા ખૂબ જ ફેમસ સિંગર છે. તેમણે અનેક શાનદાર પર્ફોમન્સ આપ્યા છે. તેમની લાઇફ સ્ટાઇલ લેવિશ છે. તે ખૂબ જ ગ્લેમરશ છે. અનન્યા કોઇ સ્ટારથી કમ નથી. થોડા સમય પહેલા તેમણે તેમના પિતા કુમાર મંગલમ બિરલાને ઇન્સ્ટાગ્રામના પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, આપ આને તમારા સિક્રેટ અકાઉન્ટથી જોઇ શકો છો. જેને આપે મારા પર નજર રાખવા માટે બનાવ્યું છે. અનન્યાની લાઇફ સ્ટાઇલ સ્ટાર જેવી જ લક્ઝુરિયસ છે.

ઇન્સ્ટાગ્રામ પર રહે છે એક્ટિવઃ સિંગર અને મ્યૂઝિશ્યન અનન્યા બિરલા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર હંમેશા તેમની ગ્લેમરશ તસવીર પોસ્ટ કરતી રહે છે. તે તેમના પિતા સાથેને પણ અનેક ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. એક તસવીર પોસ્ટ કરીને લખ્યું, ‘ લવ યૂ સો મચ પાપાઃ અનન્યાએ પોસ્ટ કરેલી તસવીર સાથે લખ્યું હતું કે, લવ યૂ સો મચ, તમે મને સારી રીતે સમજો છો


મ્યુઝિકમાં બનાવી કરિયરઃ અનન્યાએ મ્યુઝિકમાં તેમની કરિયર બનાવી છે. તેમને બાળપણથી ગાવાનો ખૂબ જ શોખ હતો. તેમનું પહેલું ‘ધ લિવિન ધ લાઇફ’ વર્ષ 2016માં આવ્યું હતું.


યૂનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયાએ કરી સાઇનઃ અનન્યાનું પહેલું જ સોન્ગ ખૂબ જ લોકપ્રિય રહ્યું . ત્યારબાદ તેમની યૂનિવર્સલ મ્યૂઝિક ઇન્ડિયામાં સિંગર તરીકે પસંદ કરવામાં આવી. ત્યારબાદ અનન્યાની લોકપ્રિયતા વધતી ગઇ.


લેફ્મ ફેશન વીકમાં કર્યું પર્ફોમઃ અનન્યાએ લેકમે ફેશન વીક, 2017માં પર્ફોર્મ કર્યું હતું. લેકમે ફેશન વીકમાં પણ તેમના પર્ફોર્મ્સને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

બિઝનેસમાં પણ એક્ટિવ અનન્યાઃ અનન્યા બિરલા બિઝનેસના ક્ષેત્રમાં પણ ખૂબ જ એક્ટિવ છે. તે લક્ઝરી પ્રોડક્સની ઇ કોમર્સ કંપની ક્યૂરોકાર્ટની ફાઉન્ડર અને સીઇઓ છે.

ગ્રામીણ મહિલાની મદદ માટે બનાવ્યું ફર્મઃ અનન્યા બિરલા સમાજસેવાના ક્ષેત્રમાં પણ સક્રિય રહે છે. તેમણે માઇક્રોફાનાન્સ નામની કંપની બનાવી છે. જેનો હેતુ ગ્રામીણ મહિલાને મદદ કરવાનો છે.

17 વર્ષની ઉંમરે શરૂ કરી હતી કંપનીઃ અનન્યાએ 17 વર્ષની ઉંમરે માઇક્રોફાઇનાન્સ કંપની શરૂ કરી હતી. જેની દેશના 4 રાજ્યોમાં 70 શાખા છે.

ગોલ્ડ એવોર્ડ મેળવ્યોઃ અનન્યાએ માઇક્રોફાઇનાન્સ કંપનીના બેસ્ટ સ્ટાર્ટ અપ માટે ગોલ્ડ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. તેમનો ઉદેશ ગ્રામીણ ઉદ્યમી, સાહસિક મહિલાની મદદ કરીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

કંપની બનાવવોનો કેવી રીતે આવ્યો વિચારઃ અનન્યા બિરલા જ્યારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. ત્યારે વર્ષમાં કેટલાક મહિના મુંબઇની માઇક્રો ફાઇનાન્સ કંપનીને આપતી હતી. તેમણે જણાવ્યું કે. સ્કૂલમાં અભ્યાસ દરમિયાન નારિયેળ પાણીની એક દુકાનથી નારિયેળ પીતી હતી. આ દુકાનદારનો બિઝનેસ વધતો ન હતો. આર્થિક તંગીના કારણે વેપારનો વ્યાપ ન કરી શકવાનું કારણ વેપારીએ જણાવ્યું,

બેન્ક લોન આપવા તૈયાર ન હતીઃ હવે અનન્યાએ જ્યારે બિઝનેસ વધારવા માટે લોન લેવાની સલાહ આપી તો વેપારીએ જણાવ્યું કે, કોઇ બેન્ક લોન દેવા તૈયાર નથી. કારણ કે તેમની પાસે ગેરેન્ટી આપવા જેવું કંઇ જ નથી. આ ઘટના બાદ અનન્યાના મનમાં નાના વેપારીઓને મદદ કરવાનો વિચાર આવ્યો અને તેમણે માઇક્રો ફાઇનાન્સ કંપની સ્વતંત્ર રીતે શરૂ કરી દીધી.


ફેમિલિએ લોન આપીઃ અનન્યાએ માઇક્રો ફાઇનાન્સ કંપની સ્વતંત્ર રીતે શરૂ કરી. આ માટે તેમણે તેમની ફેમિલિ પાસેથી જ ફંડ લીધું. તેમણે જણાવ્યું કે, આ ફર્મને ચલાવવા માટે તે પરિવારની સલાહ લે છે. જોકે કામ ખુદ કરે છે.

બનાવી ઇ કોમર્સ વેબસાઇટઃ માઇક્રોફાઇનાન્સ કંપનીની બાદ અનન્યા બિરલાએ ક્યૂરોકાર્ટ ડોટ કોમથી ‘ઇ કોમર્સ’ વેબાસાઇટ પણ બનાવી છે. આ વેબસાઇટના માધ્યમથી એશિયા અને યૂરોપના 9 દેશોમાંથી લાવવામાં આવેલ ઘરેલૂ સજાવટની લક્ઝરી વસ્તુનુ વેચાણ થાય છે.

શતરંજ અને ટેબલ ટેનિસની શોખીનઃ અનન્યા શતરંજ અને ટેબલ ટેનિસની પણ ખેલાડી છે. શતરંજ અને ટેબલ ટેનિસની તે પ્લેયર પણ રહી ચૂકી છે.

લકઝુરિયસ કારની છે શોખિનઃ અનન્યાની લાઇફ સ્ટાઇલ ખૂબ ગ્લેમરસ છે. તે ટેટૂની પણ શોખિન છે. તેમને લોન્ગ ડ્રાઇવ પર જવું ખૂબ જ પસંદ છે. તેમની પાસે બે કાર છે. એક બીએમડબ્લ્યૂ ઝેડ4 અને બીજી મીનિ કૂપર. અનન્યા મધર ટેરેસાથી ખૂબ જ પ્રભાવિત છે.

You cannot copy content of this page