Only Gujarat

Gujarat

જીન્સ-ટીશર્ટમાં સજ્જ દારૂ પીધેલી યુવતીનું કારસ્તાન, મેલડી માતાજીના મંદિરમાં દારૂ છાંટ્યો

અમદાવાદની યુવતીએ બોરસદના દાવોલ ગામે આવેલા મંદિરમાં રાજાપાઠમાં મંદિરમાં દારૂના છંટકાવ કરેલા કૃત્યને લઈ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. પુજારીએ પોલીસ ફરિયાદ તો કરી છે, પરંતુ લોકઆસ્થાને અભળાવતા આ કૃત્યનો વીડિયો વાઈરલ થતા મંદિરના શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જન્મી છે.


વીડિયોમાં જણાતી આ યુવતીને અહીંના યુવક સાથે પ્રેમસંબંધ હતો કે અન્ય કોઈ અણબનાવ તે બાબતે પણ લોક ચર્ચાએ જોર પકડ્યું છે. વળી તે જે નામ બોલી રહી હતી તે યુવક ઉપર તેણીએ દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી તે પ્રકરણ પણ પંથકમાં ચર્ચાનું ચકડોળ ઉભું કર્યું છે. બોરસદ પોલીસ આ યુવતીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હજુ આ યુવતીનો કોઈ જ અતોપતો લાગ્યો નથી.


પ્રાપ્ત માહિતી મુજબ, બોરસદ તાલુકાના દાવોલ ગામે આવેલા માતાજીના મંદિરમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની એક યુવતી કારમાં ધસી આવી હતી. આ યુવતી રાજાપાઠમાં હોવાથી સેવા પુજા કરતા વ્યક્તિએ તેને રોકી હતી, પરંતુ તેને ધક્કો મારી તારે જેલમાં જવું પડશે તેવી ધમકી આપી હતી.


બાદમાં મંદિરમાં બળજબરી ઘૂસી વિદેશી દારૂની બોટલમાંથી મંદિરમાં છાંટવા લાગી હતી. આ કૃત્ય મંદિરની પવિત્રતાને અભળાવતું હોઈ અને દારૂ જેવા ગેરકાયદેસર પીણાંને લઈ બેખોફ આવેલ યુવતી વિરૂદ્ધ પૂજારી વિઠ્ઠલભાઈ ગોહિલની પોલીસ ફરિયાદ આધારે ગુનો દાખલ કરી પોલીસે યુવતીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે, પરંતુ હજી યુવતી ઝડપાઈ નથી.


બીજી તરફ યુવતી આ મંદિરમાં દારૂના છંટકાવ કરતા સ્થાનિક યુવક રોનક તારી જીંદગી હું ખરાબ કરી નાંખીશ, તને તો હું જાનથી મારી નાંખીશ અને ક્યાંયનો રહેવા નહીં દવ. તેમ કહી અપશબ્દ બોલવા બોલતી હતી. આ અંગે હોબાળો આસપાસના રહિશો દોડી આવ્યાં હતાં. જેના પગલે યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવતીએ અગાઉ ગામના રોનક નામના યુવક સામે દૂષ્કર્મની ફરિયાદ આપી હતી. આ અંગે મંદિરના પૂજારી અને ફરિયાદી વિઠ્ઠલભાઈ ગોહિલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, આ મંદિર ચારેક વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું જે રોનકસિંહે જ બંધાવી આપ્યું હતું. રોનક અમદાવાદ રહેતો હતો અને અવાર નવાર તે યુવતી સાથે ગામમાં અને મંદિરે દર્શને આવતો આવતો હતો.

You cannot copy content of this page