Only Gujarat

Gujarat

60 વર્ષની ઉંમરે હાથના ઈશારે બાઈક વાળી દેનાર ગુજરાતી કાકાનું સિક્રેટ જાણશો તો આંખો પહોળી થઈ જશે

થોડા દિવસ પહેલાં જ એક કાકાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વીડિયો આજે પણ ધૂમ મચાવી રહ્યો છે અને આજે આ વીડિયોની ચારે બાજુ ચર્ચા થઈ રહી હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં એક દાદા ચાલુ બાઈકે સ્ટંટ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ દાદાને શોધતાં હતાં પણ ક્યાં આ દાદાની વધારે માહિતી મળી નહોતી. પરંતુ અમે આજે તમારા મારે સરસ માહિતી લઈને આવ્યા છીએ કે, બાઈક પર સ્ટંટ કરી રહેલા આ દાદા કોણ છે? તેની તમામ માહિતી નીચે છે.


સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ અમે એ દાદાને શોધી કાઢ્યા છે. બાઈક પર સ્ટંટ કરી રહ્યા હતાં તે દાદાનું નામ મુળજીભાઈ પાવરા છે અને તેઓ સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સલી ગામના વતની છે. આ દાદાની ઉંમર હાલ 63 વર્ષની છે અને તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે અને હાલ તેઓ ખેતી કરી રહ્યા છે.


સલી ગામના વતની મુળજીભાઈ 3 વર્ષ પહેલાં બાઈક પર સ્ટંટ કરવાનું શરૂ કર્યું હતું. સરપંચની ચૂંટણી સમયે તેઓ સલીથી પાટડી જતાં હતાં તે સમયે પ્રથમવાર સ્ટંટ કર્યો હતો. એ દિવસથી લઈ આજ સુધી તેઓ બાઈક પર ઘરની બહાર નીકળે છે ત્યારે રોડ પર સ્ટંટ કરતાં જોવા મળે છે. મુળજીભાઈ એકવાર પોતાની પત્નીને બાઈક પર બેસાડીને ધાર્મિક સ્થળ પીપળીધામ જતાં હતાં ત્યારે પણ તેમણે ચાલુ બાઈકે સ્ટંટ કર્યાં હતા જે જોઈ રોડ પર જઈ રહેલા લોકો ચોંકી ગયા હતાં અને વીડિયો ઉતારવા લાગ્યા હતાં.


મહત્વની વાત એ છે કે, એક દિવસ 63 વર્ષના આ દાદા રોડ પર બાઈક લઈને નિકળ્યા હતાં તે સમયે ચાલુ બાઈકે સ્ટંટ કરતાં હતાં તે સમયે અજાણ્યા રાહદારીએ પોતાના મોબાઈલાં એક વીડિયો ઉતારી લીધો હતો અને તેણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી દીધો હતો ત્યાર બાદ આ વીડિયો બેકાબૂ બન્યો હતો અને વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. ફક્ત ઈન્સ્ટાગ્રામની વાત કરવામાં આવે તો આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ લોકોએ નિહાળ્યો હતો. વીડિયોમાં આ દાદાને બાઈક પર સ્ટંટ કરતાં લોકો ચોંકી ગયા હતાં.


એક દિવસ રોજની માફક મુળજીભાઈ ચાલુ બાઈક પર સ્ટંટ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. આ વાઈરલ વીડિયોને કોઈએ ઈન્ટાગ્રામ રિલ્સ બનાવી તો કોઈએ સ્ટેટસ અને યુટ્યૂબ પર મૂક્યો. માત્ર ઈન્સ્ટાગ્રામના એક જ એકાઉન્ટની વાત કરીએ તો અત્યારસુધીમાં 10 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ લાખો લોકોએ આ વાઈરલ વીડિયો જોયો હશે.


બાઈક પર સ્ટંટ કરતાં મુળજીભાઈ ચાલુ બાઈકે બે હાથ ઊંચા કરીને જોરદાર કૂદકા મારે છે અને બાઈકની સીટ પર બેસવાની જગ્યાએ સુઈ જાય છે. આવા ખતરનાક સ્ટંટ કરતાં તેઓ સહેજ પણ ડરતાં નથી. રોડ પર સામે વ્હીકલ આવે કે પછી બંપ આવે કે વળાંક આવે તેઓ તો પણ બાઈક ચલાવ્યા રાખે છે. વળવા માટે તેઓ જે બાજુ હાથથી ઈશારો કરે એ બાજુ બાઈક વળી જાય છે. મહત્વની વાત એ છે કે, મુળજીભાઈને અત્યાર સુધી એક પણ અકસ્માત થયો નથી.

You cannot copy content of this page