Only Gujarat

National

યુવતીએ કારમાં આગળની સીટમાં વાછરડીને બેસાડી સેલ્ફી લીધી, જુઓ ક્યૂટ તસવીરો

તમામ લોકો પોતાના પાલતું જાનવરોને કારમાં લઈને જ જાય છે. પરંતુ વાહનોમાં મુસાફરી કરવાવાળા પેટ્સમાં બિલાડી અને કુતરાઓની સંખ્યા બહુ વધારે હોય છે. જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ પર ઉભી રહેલી કારની વિન્ડોમાંથી કુતરા મોઢું બહાર કાઢે છે તેવું ઘણીવાર જોવા મળે છે ત્યારે આપણું ધ્યાન તેની પર જાય છે અને આપણે તેની ક્યૂટનેસના ફેન થઈ જઈએ છીએ. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોયા બાદ લોકો તેને વર્ષ 2022નો સૌથી પોપ્યુલર વીડિયો પણ કહી રહ્યાં છે.


આ ક્લિપ 24 સેકન્ડનો છે જેમાં એક મહિલા કારની ડ્રાઈવિંગ સીટ પર બેસીને વીડિયો શૂટ કરી રહી છે. સૌથી પહેલા તે પોતાની ઉપર કેમેરો કરે છે. ત્યાર બાદ કારની ફ્રંટ સીટ પર જ બેઠેલ વાછરડાને બતાવી રહી હતી, વાછરડાને સીટ બેલ્ટ પણ પહેરાવ્યો હતો. ગજબ એ છે કે, તે પ્રેમથી કેમેરાને જોવે છે કે લોકો તેના ફેન થઈ ગયા.


આ ક્લિપ હવે સોશિયલ મૂડિયાના તમામ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે. ટ્વિટર પર આ વીડિયોને @aarv_8008 નામના યુઝરે 8 ફેબ્રુઆરીએ શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 2022નો સૌથી પોપ્યુલર વીડિયો! તમને જણાવી દઈએ કે, ન્યુઝ ફાઈલ કરવામાં આવે ત્યા સુધી આ વીડિયોને 2 લાખ લોકો જોઈ ચૂક્યા હતાં અને ભરપૂર કમેન્ટ્સ કરી રહ્યા હતાં.


આ વીડિયોને જોયા બાદ કોઈ રાધે-રાધે લખી રહ્યા છે તો કોઈ તેને બહુ જ પ્યારા ઝલક બતાવી રહ્યા છે. જ્યારે ઘણાં લોકોએ તો લખ્યું છે કે, તેમને આવું દ્રશ્ય ક્યારે નિહાળ્યું નથી. જ્યારે બીજા યુઝર્સે લખ્યું હતું કે, દિવની શરૂઆતનો ક્યૂટનેસ ઉપાય. આ વીડિયો નિહાળ્યા બાદ તમે તમારી કમેન્ટ્સ લખી શકો છો.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રાજસ્થાનના જોધપુરના એક પરિવાર ગૌ પ્રેમીના કારણે ઈન્સ્ટાગ્રામ પર છવાઈ ગયો હતો. જોકે, આ પરિવારને પોતાના ઘરમાં ત્રણ ગાય પાળી છે. રસપ્રદ વાત એ છે કે, ગાયને બહાર નહીં પરંતુ ઘરની અંદર રાખે છે. ગાયને પર્સનલ બેડરૂમ અને આરામ કરવા માટે પર્સનલ બેડ પણ બનાવ્યો છે.

You cannot copy content of this page