Only Gujarat

National

ઉતરતી વખતે લપસી જતાં યુવકે પહાડમાં ફસાઈ ગયો, આખા શહેરની ઉંઘ હરામ

કેરળમાં બે પહાડોની વચ્ચે ફસાયેલા યુવકને સેનાએ સુરક્ષિત કાઢ્યો હતો. યુવકને બચાવવા માટે સેનાનું 48 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. બે પહાડોની વચ્ચે ફસાયેલા યુવકને 48 કલાક બાદ કાઢવામાં આવ્યો હતો. સોમવારે સવારે ફસાયેલા યુવકને કાઢવા માટે મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. બુધવારે સવારે બેંગલોર પેરા રેજિમેન્ટના કમાન્ડો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યાર બાદ યુવકને બહાર કાઢ્યો હતો.


સોમવારે સવારે લપસી ગયેલો યુવક બે પહાડોની વચ્ચે ફસાયો હતો. યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે મંગળવાર મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું પરંતુ સફળતા મળી નહોતી. બુધવારે સવારે બેંગલોર પેરા રેજિમેન્ટના કમાન્ડો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યાર બાદ યુવકને બહાર કાઢ્યો હતો.


સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, પહાડોની વચ્ચે ફસાયેલા યુવકને ઉપર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વાંકાચૂંકી પહોડા હોવાને કારણે યુવકને ઉપર લાવવામાં બહુ જ પરેશાની થઈ રહી હતી. આ દરમિયાન સેનાના અધિકારી અને યુવક રસ્તામાં આરામ પણ કરતાં રહ્યાં. બે દિવસ રાહ જોયા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.


ઘટના સોમવાર સવારની છે. 23 વર્ષના બાબૂ નામના યુવક પોતાને મિત્રની સાથે પલક્કડના ચેરાડૂ કુરંબાચીની પહાડીઓ પર ટ્રેકિંગ માટે ગયા હતાં. જ્યાંથી પરત ફરી રહ્યા હતાં બાબૂ અને તેનો મિત્ર થાકી ગયા હતાં. નીચે આવતી વખતે બાબૂનો પગ લપસી ગયો હતો અને તે બે પહાડોની વચ્ચે ફસાઈ ગયો હતો.


પરંતુ તેના મિત્રોએ તેને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તે સફળ રહ્યા નહોતા. ત્યાર બાદ તેનો મિત્રોએ પહાડો પરથી ઉતરીને પોલીસને જાણકારી આપી હતી. ત્યાર બાદ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ યુવકને બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેમાં સફળ થયા નહોતા.


યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે રાજ્યા સરકારે સેનાની બે ટીમોને ઘટનાસ્થળે મોકલી આપી હતી. મદ્રાસ રેજિમેન્ટ સેન્ટર વેલિંગટનથી 12 કર્મચારીઓની આ ટીમ પહાચો પર પહોંચી હતી. જ્યારે પેરાશૂટ રેજિમેન્ટ સેંટર બેંગલોરથી 22 કર્મચારીઓની બીજી ટીમ વિમાન મારફતે સુલૂર પહોંચી હતી અને સવારે 4 વાગે સુધી ઘટનાસ્થળે પહોંચી હતી.


કહેવામાં આવી રહ્યું છે કે, બુધવારે સવારે 5.45 વાગે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રોનનો ઉપોગથી સ્થળ શોધવામાં આવ્યું. આ દરમિયાન સુલૂર એરબેસ પર હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા હતાં.

You cannot copy content of this page