Only Gujarat

National

40 વર્ષની પ્રેમિકા સાથે હોટેલમાં સંબંધ બનાવતી વખતે 61 વર્ષના વૃદ્ધનું મોત, અંદર શું થયું હતું?

મુંબઈમાં સેક્સ કરતી વખતે 61 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. આ વ્યક્તિ પોતાના પાર્ટનરની સાથે એક હોટેલમાં રોકાયો હતો. સંબંધ બનાવતી વખતે તે બેભાન થઈ ગયો. બેભાન અવસ્થામાં તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસનું કહેવું છે કે, મૃત્યુનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટના સોમવારે બની હતી.

હોસ્પિટલ લાવતાં જ મૃત જાહેર કરાયા
હોટેલ સ્ટાફે જણાવ્યું કે, મહિલા રૂમમાં ગયા બાદ થોડીવાર બાદ રિસેપ્શનમાં આવી હતી. તેણે જણાવ્યું કે તેની સાથે આવેલો વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. તે કંઈ જવાબ નથી આપી રહ્યો. હોટેલના સ્ટાફે તરત સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડૉક્ટરોએ તેને દાખલ કરતા પહેલાં જ મૃત જાહેર કરી દીધો.

ત્યારબાદ, પુરુષની મહિલા સાથીને કુર્લા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી. મહિલાએ જણાવ્યું કે, તે વ્યક્તિ વર્લીનો રહેવાસી હતો અને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો.

દારૂ પીને સેક્સ કરી રહ્યો હતો
અધિકારીઓના બયાન અનુસાર, મહિલાએ જણાવ્યું કે, વ્યક્તિએ રૂમમાં દારૂ પીધો અને તેની સાથે સેક્સ કર્યું. તે સેક્સની વચ્ચે વચ્ચે પણ દારૂ પી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો.

પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે વ્યક્તિએ સવારે લગભગ 10 વાગે કુર્લા સ્થિત એક હોટેલમાં 40 વર્ષની મહિલા સાથે ચેક ઈન કર્યું હતું. મહિલા પોતાને તે વ્યક્તિની પ્રેમિકા ગણાવી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસ આ કેસમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો છે. મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસે કહ્યું કે અમે એ પણ શોધી રહ્યા છીએ કે તેણે શારીરિક સંબંધ બાંધતા પહેલાં કોઈ દવા લીધી હતી કે કેમ?

You cannot copy content of this page