Only Gujarat

FEATURED National

મુંબઈમાં જોઈ એવું વસ્તુ કે યુવક પહોંચી ગયો પોતાના ગામ ને ખેતીમાં કરે છે લાખોમાં કમાણી

ઔરંગાબાદના બરૌલી ગામમાં રહેતા અભિષેક કુમાર મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતા. સારી એવી સેલેરી હતી. બધુ સારું ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક તેણે શહેરથી પાછા આવીને ખેતી કરવાનો પ્લાન બનાવ્યો. 2011માં ગામ પાછા આવી ગયા. આજે તે 20 એકર જમીન પર ખેતી કરી રહ્યા છે. ધાન, ઘઉં, લેમન ગ્રાસ અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે. બે લાખથી વધુ ખેડૂતો દેશભરમાં તેની સાથે જોડાયેલા છે. વર્ષનું 25 લાખનું ટર્નઑવર છે.

33 વર્ષના અભિષેકે અભ્યાસ નેતરહાટ સ્કૂલથી થયો છે. જે બાદ તેણે પુણેથી એમબીએ કર્યું. 2007માં HDFC બેંકમાં નોકરી લાગી ગઈ. અહીં તેણે 2 વર્ષ સુધી કામ કર્યું. જે બાદ તે મુંબઈ ચાલ્યા ગયા. ત્યાં એક ટૂરિઝમ કંપનીમાં 11 લાખના પેકેજમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે જોઈન કર્યું. લગભગ એક વર્ષ સુધી ત્યાં કામ કર્યું.

અભિષેક કહે છે કે, મુંબઈમાં કામ કરવા દરમિયાન તેઓ ત્યાંની કંપનીમાં તહેનાત સિક્યોરિટી ગાર્ડને મળ્યા હતા. તેઓ સારા ઘરના હતા, તેમની પાસે જમીન પણ હતી, પરંતુ રોજગાર માટે ગામના સેંકડો કિમી દૂર અહીં જેમ-તેમ ગુજારો કરી રહ્યા હતા. તેમની હાલત જોઈને હું વિચારતો હતો કે, કાંઈક એવું કરીએ કે ગામથી લોકો પલાયન ન કરે.

તેઓ કહે છે, ‘વર્ષ 2011માં હું ગામ આવી ગયો. પહેલા તો પરિવારની તરફથી મારો વિરોધ થયો. ઘરના લોકોનું કહેવું હતું કે સારી એવી નોકરી છોડીને ગામ પાછું આવવું બરાબર નથી. ગામના લોકોએ મજાક ઉડાવી કે ભણીને ખેતી કરવા આવ્યો છે, પરંતુ હું નક્કી કરી ચુક્યો હતો. મે પિતાને કહ્યું કે એક મોકો તો આપો, પછી જે થશે તે મારી જવાબદારી હતી.’

અભિષેકનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખેતીનું રહ્યું છે. તેમના દાદા અને પિતા ખેતી કરતા હતા. ખેતીની બેસિક વસ્તુઓ પહેલાથી જ ખબર હતી. કેટલીક જાણકારી તેમને ખેતી સાથે જોડાયેલા લોકો અને ગૂગલ પાસેથી જોડી. તેણે એક એકર જમીનથી ખેતીની શરૂઆત કરી. પહેલી વાર એક લાખ ખર્ચીને જરબેરા ફૂલ લગાવ્યા. આ પહેલાના વર્ષે ચાર લાખની કમાણી થઈ. જે બાદ તેણે લેમન ગ્રાસ, રજનીગંધા, મશરૂમ, શાકભાજી, ઘઉં જેવી ડઝન પાકની ખેતી શરૂ કરી.

આજે અભિષેક 20 એકર જમીન પર ખેતી કરે છે. 500થી વધુ લોકોને તેણે રોજગારી આપી. 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સન્માનિત કરી ચુક્યા છે. બિહારની સરકારની તરફથી પણ તેમને સન્માન મળી ચુક્યું છે. તેમણે તેતર નામથી એક ગ્રીન ટીની જાત તૈયાર કરી છે. જેની પેટન્ટ તેના નામ પર છે. આ ચાની ખૂબ જ ડિમાન્ડ છે. આખા ભારતમાં તેના ગ્રાહકો છે.

અભિષેક માટે આ સફર સરળ નહોતી, તેણે એક પડકારોનો સામનો કરવો પડે એમ હતો. 2011માં તેમનો અકસ્માત થયો. જે બાદ ઘોડીના સહારે ચાલવું પડ્યું. તેઓ કહે છે કે, ખેતીનો લાભનો માધ્યમ બની શકે છે. આ માટે સારા પ્લાનિંગ અને અપ્રોચની જરૂર છે. જે ટામેટા સિઝનમાં 2 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે, તે ઑફ સિઝનમાં વેચવામાં આવે તો 50 રૂપિયાના ભાવમાં વેચાશે. એટલું જ નહીં તેને પ્રોસેસ કરીને સ્ટોર કરવામાં આવે તો સારી કિંમત પર ઑફ સિઝનમાં વેચી શકાય છે. તેઓ જણાવે છે કે રજનીગંધાની ખેતી ફાયદાકારક છે. રજનીગંધાની આખા દેશમાં ડિમાન્ડ છે. એક હેક્ટરમાં રજનીગંધાનો ખર્ચ દોઢ લાખ રુપિયા જેટલો આવે. જેનાથી એક વર્ષમાં પાંચ લાખ સુધીની આવક થઈ શકે છે.

સારી ખેતી માટે જરૂરી ટિપ્સ
1. ક્લાઈમેટ કંડીશનઃ જ્યારે ખેતી શરૂ કરવા જઈ રહ્યા છો, ત્યાંના મોસમ વિશે અધ્યયન કરવું જોઈએ. તેની જમીન પર ક્યા ક્યા પાક થઈ શકે છે, તેના વિશે જાણકારી રાખવી જોઈએ.

2. સ્ટોરેજઃ પ્રોડક્ટ તૈયાર થયા બાદ તેમને સ્ટોર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી ઑફ સિઝનમાં સુરક્ષિત રાખી શકીએ.

3. માર્કેટિંગ અને પેકેજિંગઃ આ સૌથી મહત્વનું પગલું છે. પ્રોડક્ટ તૈયાર કરવા બાદ તેને ક્યા વેચીશું, તેની જગ્યાની વિશે જાણકારી જરૂરી છે. તેના માટે સૌથી સારો ઉપાયો છે, ત્યાંના સ્થાનિક માર્કેટમાં જવું, લોકો સાથે વાત કરવું અને ડિમાન્ડના હિસાબથી સમય પર પ્રોડક્ટ પહોંચાડવી. તેની સાથે સોશિયલ મીડિયા પણ માર્કેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

You cannot copy content of this page