Only Gujarat

National

જેના માટે સેક્સ ચેન્જ કરાવીને પુરુષમાંથી સ્ત્રી બન્યો તેણે જ હાથ અદ્ધર કરી દીધા

એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપી એક યુવકે પોતાના પુરુષ મિત્રને દગો આપ્યો હતો. યુવકે તેના પુરુષ મિત્રનું સેક્સ ચેન્જ કરાવી તેને સ્ત્રી બનાવી દીધો હતો. ત્યાર પછી તેની સાથે લગ્ન કરી તેને તેના પરિવારથી અલગ કરી લીધો હતો. હવે મન ભરાઈ જતાં તેને તરછોડી દીઘો હતો. એટલું જ નહીં તે તેને કિન્નરોના હવાલે કરવા માંગે છે. હાલ આ મામલો પોલીસમાં છે.

પ્રાપ્ત વિગત મુજબ ત્રણ વર્ષ પહેલાં રવિ નામનો યુવાન પોતાના દોસ્ત અર્જુન સાથે કામ કરતો હતો. ધીમે ધીમે બંને પુરુષો રવિ અને અર્જુન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અર્જુને રવિ પાસે લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અર્જુને રવિને કહ્યું કે તું પહેલાં પુરુષમાંથી સ્ત્રી બનીશ તો તારી સાથે લગ્ન કરીશ. અર્જુનના પ્રેમમાં રવિ પુરુષમાંથી સ્ત્રી બની ગયો હતો. રવિએ સ્ત્રી બનીને રિયા નામ ધારણ કરી લીધું હતું. અર્જુન અને રિયા પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા.

રવિ ઉર્ફ રિયાનું કહેવું છે કે, તેનું પહેલા રવિ નામ હતું. પરંતુ જેન્ડર ચેન્જ કર્યાં બાદ તેનું નામ અર્જૂને રિયા જટ્ટી રાખી દીધું હતું. અર્જૂન જંડિયાલાનો રહેવાસી છે અને જાગરણમાં કામ કરતો હતો. તેણે કહ્યું કે, પહેલા જેન્ડર ચેન્જ કરો પછી રિયા સાથે લગ્ન કરશે. ત્યાર બાદ બન્નેના લગ્ન થઈ ગયા હતાં. પરિવારજનો પણ રવિ (રિયા)ને સ્વીકાર કર્યો હતો. પરંતુ થોડા દિવસો બાદ અર્જૂને તેને છોડી દીધી હતી અને હવે તે તેને કિન્નરોના હવાલે કરવા માંગે છે. પરંતુ તે તેની સાથે રહેવા માંગે છે. જેના કારણે તેની જિંદગી ખરાબ થઈ ગઈ છે.

આ ઘટનામાં પોલીસ અધિકારીનું કહેવું છે કે, તેની પાસે આ ફરિયાદ આવી છે. રવિએ અર્જૂન સાથે લગ્ન કરવા માટે પોતાનું જેન્ડર ચેન્જ કર્યું હતું. આ મામલે ચાલી રહી છે. આ ઘટનામાં જે પણ આરોપી હશે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page