Only Gujarat

National

ભરબજારમાં થઈ જોવા જેવી, ધોળા દિવસે પત્ની પતિની નજર સામે પ્રેમી સાથે ભાગી

મુંગેરમાં ફિલ્મી સ્ટાઈલમાં પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, તે પણ લગ્નના 7માં દિવસે જ. સ્કોર્પિયો લઈને આવેલા પ્રેમીને પોતાની પત્ની લઈને જતાં પતિ જોતો જ રહી ગયો. તેને કંઈક સમજાયું ત્યાં સુધીમાં તો પત્ની ભરચક બજારની વચ્ચેથી ફરાર થઈ ચૂકી હતી. આ ઘટના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની બેકાપુર સંતોષી માતા ગલી પોદ્દાર કોલોનીની છે. અહીંના રહેવાસી વિવેક પોદ્દારના લગ્ન એક અઠવાડિયા પહેલાં 14 જૂનના રોજ નૌવાગઢીના રહેવાસી રામ વિલાસની પુત્રી મોની સાથે થયા હતા.


મંગળવારની સાંજે લગ્નના 7માં દિવસે તે પોતાના પ્રેમી સાથે બજારની વચ્ચોવચ્ચથી આ મહિલા ફરાર થઇ ગઇ હતી. આ ઘટના બાદ પતિ વિવેક તેની માતા અને બહેન સાથે કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.


લગ્નના દાગીના પહેરીને ભાગી ગઈ પત્ની
કોતવાલી પોલીસ સ્ટેશનમાં વિવેકે જણાવ્યું કે, લગ્ન બાદ 16 જૂને રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. 18 જૂને મારી પત્ની જતી રહી. 21 જૂન, સોમવારે તે પાછી આવી અને મને મંગળવારે સાંજે બંગડીઓ ખરીદવા માટે બજારમાં લઈ ગઈ. અમે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીનદયાળ ચોકમાં અંજલિ ચુરીના ઘરે જઈ રહ્યા હતા. બસ ત્યારે જ મારી પત્નીએ મારો હાથ છોડાવી અન્ય એક યુવકનો હાથ પકડીને રોડ પર ઉભેલી સ્કોર્પિયો પર બેસીને નીકળી ગઈ.


તેણે લગ્નના દાગીના પણ પહેર્યા હતા. આ અંગે વિવેકની માતા કંચન દેવીએ જણાવ્યું હતું કે, મારા પતિનું અવસાન થયું છે. અમારે એક જ છોકરો છે. તેના લગ્ન ધામધૂમથી કર્યા હતા, પરંતુ પુત્રવધૂ ખોટો સિકકો નીકળી. જો તેને તેના પ્રેમી સાથે જ રહેવું હતું તો લગ્ન શા માટે કર્યા. કોતવાલીના એસએચઓ ડી.કે.પાંડેએ જણાવ્યું હતું કે કંચન દેવીની અરજી પર અજાણ્યા શખ્સો સામે અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે. આખી ઘટના પ્રેમ પ્રસંગની છે અને હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

You cannot copy content of this page