Only Gujarat

Gujarat

વડોદરાનો કિસ્સો, કોલગર્લ સાથે પ્રેમ થઈ જતા પ્રેમીએ પરિણીત પ્રેમિકાને તરછોડી અને પછી…

વડોદરાના સાવલીમાં કોલગર્લ સાથે પ્રેમ થઈ જતા પ્રેમીએ પરિણીત પ્રેમિકાને તરછોડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાથી પીછો છોડાવવા પ્રેમીએ અંગતપળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

સાવલી ખાતે રહેતી 40 વર્ષીય મહિલાના લગ્ન 25 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ બીલીમોરા ખાતે થયા હતા. જેમાં સંતાનમાં એક દીકરો છે. જ્યારે એક દીકરીનું બીમારીમાં મૃત્યું થયું હતું. તેમના પતિ બેકાર હોવાથી ઘરે જ રહેતા હતા. આ દરમિયાન સોશિયલના માધ્યમથી મહિલાનો પરિચય ડભોઇમાં રહેતા જીગ્નેશ નામના વ્યક્તિ સાથે થયો હતો. ત્યારબાદ મહિલા અને જીગ્નેશ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા હતા. દીકરીના મૃત્યું બાદ પતિ બેકાર બનતા તેમણે જીગ્નેશને રજૂઆત કરી હતી. જેથી જીગ્નેશે જણાવ્યું હતું કે, તમે પરિવાર સાથે સાવલી આવતા રહો હું તમારી રહેવાની સગવડતા કરાવી દઉં છું અને તારા પતિને નોકરીની વ્યવસ્થા કરી આપું છું.

કોલગર્લ સાથેના સંબંધ અંગે જીગ્નેશને પૂછતાં તેણે કહ્યું કે, તારી જોડે સંબંધ રાખવો નથી, બીજી જોડે પ્રેમ થયો છે જેને ઘરે લાવવા માગું છું. તું અમારાં બંનેની જિંદગીમાંથી હટી જા નહીં તો આપણા વીડિયો વાઇરલ કરી દઈશ.

આ અંગે મહિલાએ પતિને જીગ્નેશ સાથેના પોતાના પ્રેમ સંબંધ વિશે જાણ કરી હતી અને સાવલી રહેવા જવાની વાત કરતા પતિએ સહમતી દર્શાવી હતી. ત્યાર બાદ અવારનવાર મહિલા અને જીગ્નેશ શારીરિક સંબંધ બાંધતા રહ્યા હતા. આ વાતની જાણ જીગ્નેશના પરિવારને થતાં તેઓએ લક્ષ્મીબેનના પતિને બોલાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, મારી પત્ની મને છૂટાછેડા આપીને જીગ્નેશ સાથે લગ્ન કરવા ઈચ્છે છે મને કોઈ વાંધો નથી. જેથી ઉશ્કેરાયેલા જીગ્નેશના સંબંધીઓએ જણાવ્યું હતું કે, તારી પત્નીને લઈને જતો રહે નહીં તો કાપીને કેનાલમાં ફેંકી દઈશું. ઘટના બાદ મહિલાએ આખી રાત વડોદરા રેલવે સ્ટેશન પર વિતાવી હતી. પરંતુ, જીગ્નેશના આવતા તેમણે ડભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સમાધાન થયું હતું.

વર્ષ 2021 દરમિયાન મંજુસર GIDC પાસેની હોટલમાં મહિલા અને જીગ્નેશ એકબીજાની મરજીથી અંગતપળોના વીડિયો બનાવ્યા હતા. આ દરમિયાન જીગ્નેશના નંદુરબારની કોલગર્લ સાથેના સંબંધ હોવાનો પણ ભાંડો ફૂટ્યો હતો. જે અંગે મહિલાએ જીગ્નેશને પૂછતા તેણે કરતાં જણાવ્યું હતું કે, મારે તારી જોડે સંબંધ રાખવો નથી. બીજી જોડે પ્રેમ થયો છે, જેને હું ઘરે લાવવા માગું છું, જેથી તું અમારા બંનેની જિંદગીમાંથી હટી જા નહીં તો આપણા વીડિયો છે તે વાઇરલ કરી દઈશ. આમ પાંચ વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધીને તરછોડી દીધી છે. ફરિયાદના આધારે સાવલી પોલીસે જીગ્નેશ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You cannot copy content of this page