Only Gujarat

National TOP STORIES

‘મહાભારત’ ‘રામાયણ’ કાળમાં પણ હતું આ સરોવર, રાતોરાત થઈ ગયું ગુલાબી

મુંબઈ: મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના જાણીતા સ્થળ એવા લોનાર તળાવનું પાણી અચાનક લાલ થઈ ગયું. પ્રથમવાર આ જોનાર સામાન્ય લોકો અને વૈજ્ઞાનિકો ચોંક્યા હતા. બુલઢાના જિલ્લાના મામલતદાર સૈફન નદાફે કહ્યું કે,‘છેલ્લા 2-3 દિવસથી લોનાર તળાવનું પાણી ગુલાબી રંગમાં ફેરવાયું છે. અમે વનવિભાગને જાણ કરી પાણીનું સેમ્પલ લઈ તપાસ કરવા કહ્યું છે.’

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, લોનાર તળાવમાં હેલોબેક્ટીરિયા અને ડ્યૂવોવિસા સલીના નામની ફૂગને કારણે પાણી ગુલાબી થયું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે વરસાદ થયો જેના કારણે હેલોબેક્ટીરિયા અને ડ્યૂનોનિલા સલીના ફૂગ તળાવની અંદર જામી અને પાણીનો રંગ ગુલાબી થયો છે. જોકે, તળાવનું પાણી ગુલાબી થવા પાછળ અન્ય કારણ પણ જવાબદાર હોઈ શકે છે તેમ પણ તેમણે જણાવ્યું. તળાવનું ગુલાબી પાણી જોવા ત્યાં લોકોની ભીડ જામી હતી જેમણે આ ઘટનાને ચમત્કારનું નામ આપ્યું, આ ઉપરાંત વિવિધ પ્રકારની અફવાઓ પણ વહેતી થઈ.

લોનાર તળાવ ઘણું રહસ્યમય પણ છે. નાસાથી લઈ વિશ્વની તમામ એજન્સીઓ આ તળાવના રહસ્યો જાણવા વર્ષોથી કાર્યરત છે. લોનાર તળાવનો આકાર ગોળ છે. તેનો ઉપરી ભાગનો વ્યાસ 7 કિ.મી. જેટલો છે. એક અંદાજ અનુસાર લગભગ 10 લાખ ટનના વજનવાળી ઉલ્કા પૃથ્વી સાથે ટકરાયા બાદ આ તળાવ બન્યું હશે. લોનાર તળાવનું પાણી ખારું છે.

તળાવ સાથે જોડાયેલી ચોંકાવનારી ઘટના અંગે ગ્રામીણ પણ જણાવે છે કે, 2006માં આ તળાવ સુકાય ગયું હતું. તે સમય ગામના લોકોએ પાણીના સ્થાને તળાવમાં નમક પણ જોયું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત ખનીજના નાના-મોટા ટુકડા પણ જોયા. પરંતુ અમુક સમય બાદ વરસાદ પડતા તળાવ ફરી પાણીથી ભરાઈ ગયું હતું. તાજેતરમાં તળાવ પર થયેલી શોધમાં સામે આવ્યું કે, આ તળાવ 5.70 લાખ વર્ષ જુનું છે. એટલે કે આ તળાવ રામાયણ અને મહાભારતના સમયે પણ હતું.

વૈજ્ઞાનિકો કહ્યું કે, ઉલ્કા પિંડના લીધે આ તળાવ બન્યું હતું. પરંતુ એ ઉલ્કા ક્યાં ગઈ એ અંગે કોઈ માહિતી મળી નથી. જ્યારે 70ના દાયકામાં અમુક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે આ તળાવ એક સમયે જ્વાળામુખીનું મુખ રહ્યું હશે. પરંતુ પછીથી આ વાત ખોટી સાબિત થઈ હતી. કારણ કે જો તે જ્વાળામુખીના કારણે બન્યું હોત તો 150 મીટર ઊંડાઈ ના ધરાવતું. નાસાના વૈજ્ઞાનિકોએ અમુક વર્ષ અગાઉ આ તળાવને બેસાલ્ટિક ખડકોથી બનેલું તળાવ કહ્યું હતું.

આ સાથે જણાવ્યું હતું કે- આવા તળાવ મંગળ પર જોવા મળે છે. કારણ કે પાણીના રાસાયણિક ગુણધર્મો પણ ત્યાંના તળાવ જેવા જ છે. આ તળાવનો ઉલ્લેખ ઘણા પૌરાણિકગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. આ તળાવનો ઉલ્લેખ ઋૃગવેદ અને સ્કંદ પુરાણમાં પણ મળે છે, આ ઉપરાંત પદ્મ પુરાણ અને આઈન-એ-અકબરીમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોનાર તળાવની એક ખાસ વાત એ છે કે, અહીં પ્રાચિન મંદિરોના પણ અવશેષ છે. તેમાં દૈત્યાસુદન મંદિર પણ સામેલ છે. આ ભગવાન વિષ્ણુ, દુર્ગા, સૂર્ય અને નરસિમ્હાને સમર્પિત છે. તેમની બનાવટ ખજુરાહોના મંદિરો જેવી છે.

You cannot copy content of this page