Only Gujarat

TOP STORIES

વરસાદ ગુજરાતને ધમરોળશે? કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે અતિભારે વરસાદ

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં 4થી 8 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા તૈયાર થશે જેના કારણે ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી બફરાંના કારણે લોકો કંટાળી ગયા છે જોકે આજે સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આજથી આગામી ચાર દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

4, 5 અને 6 ઓગષ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવાાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે 7 ઓગષ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લા ભારે વરસાદના હવામાન વિભાગનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતાં 5 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.

4થી 8 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે. જ્યારે 6 અને 7 ઓગસ્ટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે. આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે?
4 ઓગસ્ટે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

5 ઓગસ્ટે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 ઓગસ્ટે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને કચ્છ સહિત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page