Only Gujarat

International

માત્ર 700 ફૂટ જમીનની નીચે આ દુનિયા, ભીડભાડવાળા વિસ્તારમાં પણ ના ગયું કોઈનું ધ્યાન!

ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વાઈરસ સમગ્ર વિશ્વની ગતિ અટકાવી દેશે. તમામ લોકો વાઈરસથી બચવા પોતાના ઘરમાં બંધ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ અચાનક શોધવામાં આવેલી પોતાની ખોજની તસવીરો શેર કરી. લોકો આ તસવીરોને બીજા વિશ્વની ગણાવી હતી. આ તસવીરોએ તમામને ચોંકાવ્યા છે.

700 ફૂટની ઊંડાઈએ આવી કોઈ વસ્તુ મળશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ બીજી દુનિયા અમેરિકાના ન્યૂ મેક્સિકોના કકર્લ્સબાદ કવનર્સ નેશનલ પાર્કમાં મળી છે.

અહીંની ગુફાઓની અંદર એવી કોઈ દુનિયા વસી હશે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. 700 ફૂટ ઊંડાઈએ એક અજીબ ગુફાઓની સીરિઝ શોધાઈ છે. આ ગુફાઓમાં એક બ્લૂ રંગનો પૂલ પણ છે. આ જોઈને ઘણા લોકો ચોંક્યા હતા.

લોકોએ આ સ્થળને વર્જિન કેવ પેસેજ નામ આપ્યું. જ્યાં અત્યારસુધી કોઈ ગયું નથી. એવામાં આ ગુફાની અંદર એક્સપ્લોરર કરીને તસવીરો ક્લિક કરી રહ્યાં છે. આ સ્થળને શોધવા પર કર્લ્સબાદ કવનર્સે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી જાણ કરી હતી.

આ તસવીરો જોઈ એવું લાગે છે કે, જાણે આ અન્ય ગ્રહનો ભાગ હોય. જ્યાં હજી સુધી માણસો પહોંચી શક્યા નહોતા. આમ તો આ ગુફાની શોધ 2009માં થઈ હતી, પરંતુ હવે તેની તસવીરો લોકો સાથે શેર કરવામાં આવી. આ ગુફામાં આજસુધી પ્રકાશ પહોંચ્યો નથી. આ ગુફામાં અમુક પ્રમાણમાં જીવજંતુ અને મરેલા ચામાચીડિયા મળ્યા હતા. તે સિવાય અહીં કોઈ અન્ય પ્રાણીઓના અસ્તિત્વની વાત સામે આવી નથી.

હવે ગુફા અંગે વધુ રિસર્ચ કરાશે. લોકો પણ હેરાન છે કે ગુફા એવા સ્થળે હતી જ્યાં હંમેશા લોકોની ભીડ રહે છે, પરંતુ તેમ છતાં અહીં સુધી હજુ કોઈ કેમ ના પહોંચી શક્યું?

You cannot copy content of this page