Only Gujarat

National TOP STORIES

ભારતમાં તૈયાર થઈ ગઈ કોરોનાની દવા? આ આયુર્વેદિક કંપનીનો મોટો દાવો

દેશમાં કોરોના સંક્રમણનાં કેસો તેજીથી વધી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. પતંજલિ આયુર્વેદનાં કો-ફાઉન્ડર આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છેકે, પતંજલિએ કોરોનાની દવા બનાવવામાં સફળતા મેળવી છે. તેમણે કહ્યું કે, આ દવાથી 1 હજારો સંક્રમિતોને સાજા કર્યા છે. તેમણે કહ્યું હતું કે,અલગ-અલગ જગ્યાઓ પર ઘણા કોરોના દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, જેમાંથી 80 ટકા દર્દાઓ સાજા થઈ ચૂક્યા છે.

ચીનમાં કેસ સામે આવતા જ દવા પર શરૂ કર્યું હતું કામ
આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, જેવાં ચીનની સાથે વિશ્વના બીજા દેશોમાં કોરોનાનાં કેસો આવવાનાં શરૂ થયા હતા. તેની સાથે જ અમારી સંસ્થાના દરેક વિભાગે ફક્ત અને ફક્ત કોરોનાના ઈલાજમાં વપરાતી દવા પર કામ કરવામાં લાગી હતી. હવે તેનું પરિણામ સામે આવ્યું છે.

આયુર્વેદિક વસ્તુઓથી દવા બનાવી
શાસ્ત્રો અને વેદોને વાંચીને અને વિજ્ઞાનનાં ફોર્મૂલામાં નાખીને આયુર્વેદિક વસ્તુઓથી કોરોનાની દવા બનાવવામાં આવી છે.

પતંજલિનાં વૈજ્ઞાનિકોએ દિવસ-રાત કામ કર્યુ
આ દવાને બનાવવા માટે પતંજલિનાં સેંકડો વૈજ્ઞાનિકોએ દિવસ-રાત એક કરીને કામ કરી રહ્યા છે. જેના પરિણામે આજે અમે આ દવા બનાવી છે. પતંજલિ શોધ સંસ્થાનનાં મુખ્ય વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, જાન્યુઆરીમાં જ્યારે ચીનમાં કોરોનાની શરૂઆત થઈ હતી. ત્યારે જ આ દિશામાં કાર્ય કરવાનું શરૂ કર્યુ હતુ.

ભારતમાં અન્ય દવાઓ પણ બની
ભારતમાં કોરોનાની રેમડેસિવીર નામની પણ દવા છે, જે એક એન્ટીવાયરલ દવા છે. જેને સૌથી પહેલાં 2014માં ઈબોલાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. WHOના ટ્રાયલમાં આ દવાને COVID-19નાં કારગર ઈલાજમાંથી એક માનવામાં આવ્યો છે. આ શરીરમાં વાયરસ રેપ્લિકેશનને રોકે છે. ગયા મહિને અમેરિકાનાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડીસીઝે શરૂઆતી ટ્રાયલનાં આધાર પર જણાવ્યું હતું કે, રેમડેસીવીર આપવાવાળા કોરોનાનાં દર્દીઓમાં 11થી 15 દિવસો સુધીમાં સુધારો થાય છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 1જૂને રેમડેસિવીરનાં ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ગંભીર રૂપથી બીમાર કોરોનાનાં દર્દીઓને હવે ડોક્ટરો તરફથી આ દવા આપવામાં આવી રહી છે.

ફેવીપિરવીર નામની દવા
આ એક એન્ટીવાયરલ છે જે વાયરસ રેપ્લિકેશનને રોકવા માટે આપવામાં આવે છે. તેને એન્ટી એન્ફ્લુએન્ઝા દવાનાં રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. આ દવાને સૌથી પહેલાં જાપાનની ફ્યૂઝીફિલ્મ ટોયામા કેમિકલ લિમિટેડે વિકસિત કરી હતી. ભારતમાં આ દવા ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ અને સ્ટ્રાઈડ્સ ફાર્માને બનાવવા માટે મંજૂરી મળી છે. આ દવા કોરોનાનાં ગંભીર બિમાર કોરોનાના દર્દીઓથી લઈને સામાન્ય લક્ષણવાળા દર્દીઓને આપવામાં આવે છે. કોરોના દર્દીઓ પર દવાના ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે 10 હોસ્પિટલોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

કોરોનાની ટોસિલીજુમાવ નામની દવા પણ બની
આ એક ઈમ્યૂનો સપ્રેસેંટ દવા છે. જેને સામાન્ય રીતે સંધિવાની સારવારમાં લેવામાં આવે છે. મુંબઈમાં કોરોના વાયરસથી 100થી વઘારે ગંભીર દર્દીઓની સારવાર આ દવાથી કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલોમાં આ દવા ફ્રીમાં આપવામાં આવી રહી છે. પહેલીવાર આ દવા લીલાવતી હોસ્પિટલમાં 52 વર્ષનાં દર્દીને આપવામાં આવી હતી, જેની હાલત બહુજ ગંભીર થઈ ચૂકી હતી. આ દવાથી કોરોનાનાં ઘણા દર્દીઓની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છેકે, તેના વિશે કોઈ પણ માહિતી આપવી હાલમાં ઉતાવળ રહેશે.

You cannot copy content of this page