Only Gujarat

National TOP STORIES

ત્રણ રીતે ફેલાઈ રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો કોને કેવા હોય છે લક્ષણો?

કોરોના વાયરસ સંક્રમણનાં મામલા આખી દુનિયામાં સતત વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોના દર્દીઓનો આંકડો 2.8 લાખની ઉપર પહોંચી ગયો છે. આ જીવલેણ બીમારીની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં 8000થી વધારે લોકોનાં મોત થઈ ગયા છે. કોરોના વાયરસને રોકવો બહુ મોટો પડકાર છે. જેનાંથી સંક્રમિત લોકોની ઓળખ થઈ શકે. જ્યાં અમુક મામલામાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પણ કોઈ લક્ષણ દેખાતા નથી.

ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુરુગ્રામના ન્યુરોલોજીના ડિરેક્ટર ડો.પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનો ચેપ ત્રણ રીતે થઈ રહ્યું છે. એસિમ્પ્ટોમેટિક, પ્રેસિમ્પટમેટિક અને એસિમ્પટમેટિક. એસિમ્પ્ટોમેટિક કેસ તે છે જેમાં કોરોના વાયરસનો ચેપ છે પરંતુ તેમાં કોઈ લક્ષણો દેખાતા નથી એટલે કે તેમને કફ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી કોઈ સમસ્યા નથી. પ્રેસ્મિપ્ટોમેટિક એવા કિસ્સાઓ છે જેમાં ચેપના થોડા દિવસ પછી લક્ષણો જોવા મળે છે. તો, સિમ્પ્ટમેટિક કિસ્સાઓ તે છે જેમાં ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં તાવ, વહેતું નાક, ખાંસી જેવા લક્ષણો દેખાય છે.

ડો.પ્રવીણ ગુપ્તાએ કહ્યું, શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે લક્ષણોવાળા કોરોના સંક્રમિતો કોરોના વાયરસને ઝડપથી ફેલાવી શકે છે. પરંતુ વાસ્તવિકતામાં, આ લોકો એસિમ્પ્ટોમેટિક ન હોઈને પ્રિસિમ્પ્ટમેટિક હોય છે અથવા તો પછી તે ખરેખર એવાં વાહક હોય છે. જેમાં ફક્ત શરીરના દુખાવા જેવા હળવા લક્ષણો જોવા મળે છે.

તેમણે કહ્યું, પ્રેસિમ્પ્ટોમેટિક લોકોમાં લક્ષણો દેખાવાનું શરૂ થાય તે પહેલાં 48 કલાક પહેલા વાયરસ ફેલાવો શરૂ થાય છે. આવા લોકો જોખમી છે કારણ કે તેમનામાં લક્ષણો નથી હોતા અને તેઓ કોઈ સાવચેતી લેતાં નથી. પ્રેસ્મિપ્ટોમેટિક લોકોથી કોરોના વાયરસ ફેલાવાનું જોખમ સૌથી વધુ છે. યુ.એસ. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ પણ એક અહેવાલમાં જણાવ્યું છે કે પ્રિ-સિમ્પ્ટોમેટિક દર્દીઓના 40 ટકા લોકો અસ્વસ્થ લાગે તે પહેલાં ચેપ ફેલાવવાનું શરૂ કરે છે.

ગંગારામ હોસ્પિટલના ઇમ્યુનોલોજી અને માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો.ચંદ વત્તલે લક્ષણ વગરનાં કોરોના સંક્રમણનાં મામલાને લઈને કહ્યુ,વિશ્વ આરોગ્ય સંગઠને કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચે તેવું નિવેદન આપતા પહેલા વધુ સાવધ રહેવું જોઈએ. કોઈ પણ પરિણામો પર પહોંચતા પહેલાં પુરાવાની જરૂર છે, હાલમાં જે પણ અભ્યાસ સામે આવ્યા છે તે ઓનલાઈન અભ્યાસ છે.

ડો.વત્તલે કહ્યું કે, એસિમ્પટમેટિક કેસોને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે આપણે તેમના સંપર્ક વિશે પણ જાણતા નથી. આવા કિસ્સાઓમાં લોકોના સંપર્કો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

પરિભાષાનાં ઉંડાણમાં ઉતર્યા વગર અમે એવું કહી શકીએ કે, ભારતમાં લોકલ ટ્રાંસમિશન છે. આ જ કારણે આપણે હોટસ્પોટ અને કંન્ટેનમેન્ટ ઝોન બનાવ્યા છે. આ પણ એક તથ્ય છે, કે, કોરોના સંક્રમણનો પ્રાથમિક સ્ત્રોત એસિમ્ટમેટિક અથવા લક્ષણવાળો લોકો હોતા નથી.

ભારતમાં એસિમ્પ્ટમેટિક લોકોનો ટેસ્ટ થતો નથી
આ ડેટા ભારતની પરીક્ષણ સિસ્ટમ વિશે પણ પ્રશ્નો ઉભા કરે છે. આઇસીએમઆર માર્ગદર્શિકા અનુસાર, લક્ષણોવાળા જ કોરોના વાયરસ પરીક્ષણ કરાવી શકે છે. 18 મેના રોજ જારી કરવામાં આવેલી અન્ય માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે “ઉચ્ચ જોખમવાળા એસિમ્પટમેટિક અને કોરોના વાયરસના સીધા સંપર્કમાં રહેલા લોકોની પણ તપાસ કરવી જોઈએ”. ભારતના નિષ્ણાતોનું માનવું છે કે હવે આઇસીએમઆરએ તેની પરીક્ષણ વ્યૂહરચનામાં સુધારો કરવો જોઇએ અને નવી બાબતોને ધ્યાનમાં રાખીને વધુ પરીક્ષણ કરવું જોઈએ. આઇસીએમઆરના રિસર્ચ ટાસ્કના સભ્ય અને પીએચએફઆઈમાં રોગચાળાના પ્રમુખ પ્રોફેસર ગિરિધરબાબુ કહે છે, “ઘણા પુરાવા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એસિમ્પ્ટોમેટિક લોકો પણ કોરોના વાયરસ ફેલાવી શકે છે. ફક્ત 10 ટકા એસિમ્પ્ટોમેટિક લોકો જ લક્ષણો આવી શકે છે.

પલ્મોનોલોજિસ્ટ અને એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ‘હું માનું છું કે હવે આપણે વિચારવું જોઈએ કે આપણે જેને પણ મળશું તે એસિમ્પટમેટિક પોઝિટિવ છે. દિલ્હી કે બીજા ઘણા શહેરોમાં આવી જ સ્થિતિ છે. જો તમે બજાર, હોસ્પિટલ અથવા ક્યાંય પણ ફરવા જઇ રહ્યા છો, તો યાદ રાખો કે તમારી આસપાસ કોઈ પણ એસિમ્પટમેટિક વ્યક્તિ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે લોકડાઉન ખુલી રહ્યું છે, ત્યારે તે વધુ મહત્વપૂર્ણ બને છે.

You cannot copy content of this page