Only Gujarat

FEATURED National

કોરોનાકાળમાં રસ્તા પર આ રીતે ‘લાશ’ ડરી ગયા લોકો, જુઓ ચોંકાવનારી તસવીરો

કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં ભયંકર તબાહી મચી ગઇ છે. કોવિડ-19ના ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણના કારણે દેશના મોટાભાગના લોકોની હાલત કફોડી બની ગઇ છે. પરંતુ આ મહામારીનો સૌથી વધુ માર પડ્યો છે મજુર વર્ગના લોકો પર જે પોતાનું ગુજરાન ચલાવવા રોજની કમાણી પર આશ્રિત રહેતા હતા. બિહારમાં ફરીએક વખત લોકડાઉન લાગુ થયું છે. જેના કારણે મજુર વર્ગના લોકોને પોતાનું પેટ ભરવામાં ખુબ જ પરેશાની થઇ રહી છે. જેનું તાજુ ઉદાહરણ બિહારમાં ત્યારે જોવા મળ્યું જ્યારે ભૂખ મટાવવા માટે રિક્ષા ચાલક કફન ઓઢી મૃત બની ગયો.

વાત એમ છે કે આ રિક્ષા ચાલક હકિકતમાં મર્યો ન હતો પરંતુ જીવતો છે પેટની ભૂખ અને જીવનનો સવાલ છે. એવામાં ભૂખ મટાવવા માટે તેણે જીવીત રહીને જ કફન ઓઢી શરીર પર ફૂલોની માળા રાખવી પડી.

કોરોનાના વધતા સંક્રમણને જોતા જ બિહારમાં ફરીથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં રિક્ષાની સવારી ન મળવાને કારણે તેની સામે ભૂખમરીની સ્થિતિ આવી ગઇ છે. આથી પટના જિલ્લાના બિહટા નિવાસી રિક્ષા ચાલક રામદેવને આરામાં ભૂખ મટાડવા માટે આ તરકીબ અજમાવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે રામદેવ આરામાં જ રિક્ષા ચવાલી પરિવારનું ભરણ પોષણ કરે છે. પરંતુ મુસાફર ન મળવાને કારણે ક્યારેક ક્યારેક એક ટકનું ભોજન કરવાના પણ ફાંફા પડી રહ્યાં છે.

મજબૂરમાં તેણે આ તરકીબ અજમાવી છે. સ્થિતિ એવી થઇ ગઇ તો તેણે શરીર પર કફન ઓઢી માળા રાખી અગરબત્તી પણ સળગાવી હતી. પછી ડિસ ટેન્ક રોડની સાઇડ પર સૂઇ ગયો. જે પણ રાહગીર ત્યાંથી પસાર થાય તો ત્યાં રૂપિયા-પૈસા રાખી દેતા હતા. આવી રીતે થોડા પૈયા ભેગા કરી ગુજરાન ચલાવે છે.

તેણે જણાવ્યું કે પહેલા લોકડાઉન દરમિયાન સંસ્થા દ્વારા આપવામાં આવતા રાહત પેકેજથી મદદ મળતી હતી પરંતુ હવે તો એ મદદ પણ બંધ થઇ ગઇ છે. એવામાં ભૂલ મટાડવા માટે કંઇ સૂજતું નથી. જેથી મજબૂરીમાં જીવીત હોવા છતા મૃત બનવું પડી રહ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page