Only Gujarat

FEATURED National

‘બાબા કા ઢાબા’ને ફેમસ કરનારા યૂ-ટ્યૂબરની વિરુદ્ધ કેમ નોંધાઈ FIR, જાણો ક્લિક કરીને

ઈન્ટરનેટ પર છવાઈ ગયેલા ‘બાબા કા ઢાબા’ ના નામે પૈસાની હેરાફેરી કરવાની વાત સામે આવી હતી. તો, હવે દિલ્હીની માલવીયા નગર પોલીસે યુ-ટ્યુબર ગૌરવ વાસન સામે આઈપીસીની કલમ 420 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. દિલ્હી પોલીસે બાબા કા ધાબાના માલિક કાંતા પ્રસાદની ફરિયાદ બાદ તપાસ કરી અને ગૌરવ વાસન વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.

કાંતા પ્રસાદે આરોપ લગાવ્યો છેકે, ગૌરવ વાસન તેમની પાસે આવ્યો હતો અને તેના વ્યવસાયને પ્રોત્સાહન આપવા તેની સાથે એક વીડિયો શૂટ કર્યો હતો. એવો આરોપ છે કે, ગૌરવ વાસને તેના સત્તાવાર ખાતામાંથી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને કાંતા પ્રસાદને આર્થિક મદદ કરવા માટે લોકોને નાણાકીય મદદ કરવા વિનંતી કરી હતી.

ગૌરવ વાસન સામે ફરિયાદ નોંધાઈ હતી
જણાવી દઈએ કે, 31 ઓક્ટોબરે કાંતા પ્રસાદે ગૌરવ વાસન સામે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ચીટિંગ અને ફ્રોડ સંબંધિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, તે બાબા કા ઢાબાના નામે હનુમાન મંદિર માલવીયા નગર માર્કેટની સામે સ્ટોલ ચલાવી રહ્યો છે. અને ઓક્ટોબર મહિનામાં, ગૌરવ વાસન તેમની પાસે આવ્યો અને તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તેની સાથે એક વીડિયો શૂટ કર્યો.

આ પછી એક વીડિયો શૂટ થયો હતો અને ગૌરવ વાસને સોશિયલ મીડિયા પર વીડિયોને તેના એકાઉન્ટ સ્વાદ ઓફિશિયલનાં માધ્યમથી પોસ્ટ કર્યો અને જનતાને કાંતા પ્રસાદને આર્થિક મદદ કરવા માટે પૈસા દાન કરવાની વિનંતી કરી હતી.

વીડિયો વાયરલ થયો હતો અને ફરિયાદીના જણાવ્યા મુજબ, ગૌરવએ દાન માટે ઇરાદાપૂર્વક માત્ર તેના અને તેના પરિવારના સભ્યોની બેંક વિગતો અને મોબાઈલ નંબર શેર કર્યા હતા અને મોટી રકમ એકત્રિત કરી હતી અને બાદમાં ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ કરી કલમ 420 હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.

જણાવી દઈએ કે ‘બાબા કા ઢાબા’નો એક વીડિયો ગયા મહિને ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. વીડિયોમાં કાંતા પ્રસાદ કહેતા જોવા મળ્યા હતા કે વિશ્વવ્યાપી રોગચાળા વચ્ચે તેમની આવક 100 રૂપિયાથી ઓછી છે. આ વીડિયો યૂ-ટ્યુબર ગૌરવ વાસન દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો અને તેની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને વૃદ્ધ દંપતીને મદદ કરવા દિલ્હીવાસીઓને વિનંતી કરી હતી. તેમણે લોકોને પૈસા દાનમાં આપવા અને આર્થિક મદદ કરવા જણાવ્યું હતું.

You cannot copy content of this page