Only Gujarat

International TOP STORIES

આ છે ડોન દાઉદની નવી પ્રેમિકા, પાકિસ્તાનના પીએમ સાથે પણ છે ખાસ સંબંધો?

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ફરીએકવાર ચર્ચામાં છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડનું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે એક પાકિસ્તાની એક્ટ્રેસ છે જેને લોકો ગેંગસ્ટર ગુડિયા નામથી ઓળખે છે. આ અભનેત્રીનું નામ છે મહવિશ હયાત. દાઉદની ગર્લફ્રેન્ડ તરીકે નામ બહાર આવતાં જ અભિનેત્રી ફેમસ થઈ ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહવિશ હયાત પ્રથમ એવી પાકિસ્તાની એક્ટ્રેસ નથી જેનું નામ દાઉદ ઇબ્રાહિમ સાથે ના જોડાયું હોય. કહેવામાં આવે છે કે મહવિશ દાઉદથી અંદાજે 27 વર્ષ નાની છે. પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દાઉદ ખુબ જ પૈસા લગાવે છે તેનું ત્યાં રાજ ચાલે છે. કરાચી અને લાહોરમાં અને મોટા પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે દાઉદના ગાઢ સંબંધો છે.

દાઉદ સાથે નામ જોડાયા બાદ મહવિશ હયાતને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. તો હયાતે કહ્યું કે તેના વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. તેનો કોઇ સાથે સંબંધ નથી. હાલમાં જ હયાતને પાકિસ્તાનનું સૌથી મોટું નાગરિક સમ્માન તમગા-એ-ઇમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવી હતી.

મહવિશ હયાત પહેલા દાઉદના નામ સાથે અભિનેત્રી અનીતા અયૂબનુ નામ જોડાયું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દાઉદ અને અનીતાના પ્રેમ અંગે લોકોને ત્યારે જાણ થઇ જ્યારે નિર્માતા જાવેદ સિદ્દીકીની નિર્મમ હત્યા કરવામાં આવી. આ હત્યા પાછળનું કારણ એવું હતું કે જાવેદે અનીતાને ફિલ્મમાં સાઇન કરવાની મનાઇ કરી દીધી હતી.

આઇટમ નંબરથી પોતાના કરીયરની શરૂઆત કરનારી મહવિશે બોલીવૂડ પર સાહિત્યિક ચોરી કરવાના પણ આરોપ લગાવી ચૂકી છે. તેણીએ આલિયા ભટ્ટાના પંજાબી વીડિયો સોન્ગ પર્દાનું પાકિસ્તાની સોંગ ગોરે રંગ કા જમાના એક જેવું હોવા પર મહવિશે બોલીવૂડ પર આ આરોપ લગાવ્યો હતો.

You cannot copy content of this page