Only Gujarat

National TOP STORIES

પાણી માટે ભટકતું રહ્યું ઉંટનું બચ્યું, આ જગ્યાએ આવીને તોડ્યો દમ

રાજસ્થાનનાં બાડમેર જીલ્લામાં પાણીની કમીને કારણે એક ઉંટના બચ્ચાનું મોત થઈ ગયુ છે. આ ઉંટનું બચ્ચુ પાણીની શોધમાં ભટકી રહ્યુ હતુ અને અંતે એક સુકા કુંડની પાસે જઈને તેણે દમ તોડી નાંખ્યો હતો.

ઘટના બાડમેર જીલ્લાનાં બાયતુ વિધાનસભાના ખોકસર ગામનો છે, જે ઉંટ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે, તે જ ઉંટનું બચ્ચુ તરસને કારણે મોતને ભેટ્યુ હતુ. આ ઉંટના બચ્ચાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મામલે ગામનાં લોકોએ જણાવ્યું કે, મહિનામાં ત્રણ-ચાર વાર પાણીનું સપ્લાઈ થાય છે. અહીં પાણીની ભયંકર તંગી છે. અને આ ઉંટના બચ્ચાએ પાણીના અભાવને કારણે દમ તોડી નાંખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સરકારની બેદરકારીને કારણે આ પ્રાણીનું મોત થયુ છે.

મામલામાં જલદાય વિભાગના અધીક્ષણ અભિયંતા જેપી શર્માનો દાવો છેકે, તે વિસ્તારમાં પાણીની સપ્લાઈ સતત કરવામાં આવી રહી છે.

રસપ્રદ વાત તો એ પણ છે કે, કોઈ વિસ્તારમાંથી ગેહલોત સરકારમાં રાજસ્વ મંત્રી હરીશ ચૌધરી આવે છે અને આ વિસ્તારથી કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

રાજસ્થાનનાં સૌથી વધારે વિસ્તાર રણમાં આવે છે. ઉંટને રણનું વાહન માનવામાં આવે છે.

કહેવાય છેકે, ઉંટ લાંબા સમય સુધી પાણી વગર જીવીત રહી શકે છે. રાજ્યમાં ઉંટ ખેતીવાડીથી લઈને પરિવહન અને માલ-સામાનની હેરફેર કરવાના કામમાં આવે છે.

You cannot copy content of this page