Only Gujarat

FEATURED National

કાર એવી ચલાવી કે સીધી ઘુસી ગઈ કેફેમાં, રસ્તા પર લોકો બચાવો..બચાવોની કરવા લાગ્યા બૂમાબૂમ

મુંબઈઃ આ તસવીરો તમામ લોકોને એલર્ટ કરનારી છે. ઝડપ મોટાભાગે મોતને આમંત્રણ આપે છે. આ દુર્ઘટના સોમવાર (31 ઓગસ્ટ) મોડી રાતે ક્રૉફર્ડ માર્કેટમાં જનતા કેફે સામે ઘટી હતી. એક ઝડપથી આવતી કાર લોકોને કચડીને સીધા કેફેમાં ધસી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાઓ સહિત કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે 4 લોકોને ગંભીર ઈજાઓ થઈ. આ દુર્ઘટના સોમવારે રાતે 9.30 કલાક આસપાસ ઘટી હતી.

અકસ્માત બાદ વિસ્ફોટ જેવો અવાજ પણ આવ્યો હતો. લોકો ઈજાગ્રસ્તોની મદદે પહોંચ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા. ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા અને આ સમયે કારમાં રહેલી વ્યક્તિને બહાર કાઢવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ દુર્ઘટનાની તસવીરો દર્શાવે છે કે તે કેટલી ગંભીર હતી.


આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું રહ્યું છે. તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેવી જ કાર કેફેમાં ઘુસી લોકોની બુમો સંભળાવવા લાગી. જોતજોતામાં લોકોની ભીડ જામી. આ દુર્ઘટનામાં ફૂટપાથ પર બેસેલા મોહમ્મદ હનીફ નામના વ્યક્તિને પણ ઈજા થઈ હતી. તે નજીકના કેફેમાં વેઈટર તરીકે કામ કરે છે.


આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થનાર બીજી વ્યક્તિ એવા નદીમ આદિલ અન્સારી ફૂટપાથ પર ક્લિપ વેચવાનું કામ કરે છે. આ દુર્ઘટનામાં નઈમ. સરોજા, જુબેદા અને એક અજ્ઞાત મહિલાનું મોત થયું હતું. જ્યારે મોહમ્મદ જુહી, નઈમ અન્સારી, કમલેશ અને મોહમ્મદ નદીમ સહિતનાને ગંભીર ઈજાઓ થઈ હતી.


સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદ સાથે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પોલીસ આ અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે થયો તેની વિસ્તૃત માહિતી મેળવી રહી છે.

You cannot copy content of this page