Only Gujarat

Bollywood FEATURED

પિતાનો હાથ પકડી મુંબઈની ગલીઓમાં ચાલતો હતો ને અચાનક જ રસ્તા પર ગુસ્સે થયો તૈમુર પછી…..

સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર (kareena kapoor) હાલ પોતાની પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કરીનાને હાલ 7મો મહિનો ચાલે છે. પ્રેગ્નેન્સીમાં પણ કરીના આરામ કરવાના બદલે સતત કામ કરી રહી છે. આ ઉપરાંત કરીના પરિવારની સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તે ઘણીવાર મોટી બહેન કરિશ્મા કપૂર તો ઘણીવાર બબીતાના ઘરની બહાર પણ સ્પોટ થાય છે. એટલું જ નહીં કરીના ઘણીવાર પતિ સૈફ અને પુત્ર તૈમુરની સાથે પણ વોકિંગ કરવા માટે નિકળે છે. ત્યારે ગુરૂવારે તે પોતાના એપાર્ટમેન્ટની બહાર ચાલવા માટે નિકળી હતી તે દરમિયાન ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં તસવીરો ક્લિક કરી હતી.

સાંજે ફરતાં હોય તેવી કરીના, સૈફ અને તૈમુરની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં તૈમુર લાલ રંગની હાફ ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.

પરંતુ તૈમુર એકવાર ફરી ફોટોગ્રાફર્સને પોતાના ફોટો ક્લિક નહીં કરવા માટે હાથથી ઈશારો કરતો જોવા મળ્યો હતો. તસવીરો ક્લિક થતી હતી ત્યારે તૈમુરની આંખોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. એટલું જ નહીં એક દિવસ પહેલાં પણ કરીના અને તૈમુર નાની ઘરે પહોંચ્યા હતા તે દરમિયાન પણ ફોટોગ્રાફર્સ તસવીર ક્લિક કરતાં હતા ત્યારે તૈમુર ગુસ્સે થયો હતો.

આ દરમિયાન કરીના મેકઅપ વગર અને બહુ જ નિરાશ જોવા મળી હતી. તેણે સિંગલ સ્ટ્રીપવાળું પ્રેટેન્ડ ગાઉન કૈરી કર્યું હતું.

તૈમુર પિતા સૈફનો હાથ પકડીને રસ્તા પર ચાલતો જોવા મળ્યો હતો પરંતુ તેની નજર કેમેરામેન પર હતી. તૈમુરે સેફ્ટી માટે માસ્ક પણ પહેર્યું હતું.

વાત સૈફી કરવામાં આવે તે તેણે લાઈટ કલરની ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યો હતો. ચહેરા પર લાલ રંગનું કપડું બાંધી રાખ્યું હતું. એટલું જ નહીં ગોગલ્સ પણ પહેર્યા હતાં.

તમને જણાવી દઈએ કે, કરીનાને હાલ 7મો મહિનો ચાલે છે. કરીના ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં બીજા બાળકને આપી જન્મ આપી શકે છે. હાલ તે પોતાના પુરેપુરો ખ્યાલ રાખી રહી છે.

You cannot copy content of this page