Only Gujarat

Bollywood

રિશીના પાર્થિવ દેહને માળા ચઢાવતા ધ્રુજ્યા નીતુના હાથ, દીકરાએ આ રીતે માને આપ્યો સધિયારો

મુંબઈ: રિશી કપૂરનું ગુરૂવાર સવારે 8.45 વાગ્યે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. 67 વર્ષના રિશી કપૂરની અંતિમ યાત્રા હોસ્પિટલથી શરૂ થઈ હતી. તેમના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં મુંબઈના કાલબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાનગૃહ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પત્ની નીતૂ કપૂરે ધ્રુજતા હાથે પતિ રિશી કપૂરના દેહને માળા પહેરાવી અંતિમ વિદાઇ આપી હતી. દીકરા રણબીરે માતાને સધિયારો આપ્યો હતો. નાનો ભાઈ રાજીવ કપૂર પણ સાથે હતો.

પતિ રિશી કપૂરના અંતિમ સંસ્કારમાં નીતૂ કપૂર ધ્રુસકે ને ધ્રુસકે રડી હતી. નણંદ રીમા જૈને ભાભીને સંભાળ્યા હતા.

રિશી કપૂરના અંતિમ સંસ્કારમાં બચ્ચન ફેમિલી તરફથી અભિષેક બચ્ચન આવ્યો હતો.

આલિયા ભટ્ટ, રીમા જૈન અને આદર જૈન

અરમાન જૈન પત્ની સાથે અંતિમ સંસ્કારમાં આવ્યો હતો. અરમાન રિશીની બહેન રીમ જૈનનો દીકરો છે.

કરીના કપૂર સહિતના કપૂર પરિવારના અન્ય સભ્યો રિશી કપૂરના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા.

શશિ કપૂરનો પુત્ર કૃણાલ કપૂર પણ અંતિમ યાત્રામાં સામેલ થયો હતો.

આ એમ્બ્યુલન્સમાં રિશી કપૂરનો પાર્થિવ દેહ હોસ્પિટલથી સ્મશાન પહોંચ્યો હતો.

You cannot copy content of this page