Only Gujarat

Bollywood

‘ઈશિતા’એ પહેલી વાર બનાવી રોટી, જુઓ શું બનાવવા ગઈ અને શું બની ગયું

મુંબઈઃ ટીવી સિરીયલ ‘યે હૈં મોહબ્બતેં’માં રમણ ભલ્લાની પત્નીનો રોલ પ્લે કરતી એક્ટ્રસ દિવ્યાંકા ત્રિપાઠીએ તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેનાં પતિ વિવેક દહિયા માટે પહેલીવાર રોટલી બનાવતી જોવાં મળી રહી છે.

દિવ્યાંકા ત્રિપાઠી અત્યારે લૉકડાઉનને લીધે ઘરે જ છે અને પતિ સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે અને ઘરના કામમાં વ્યસ્ત છે. આ સાથે જ તે રસોઈ બનાવી રહી છે. એવામાં તેણે હાલમાં જ દિવ્યાંકાએ તેનાં પતિ માટે મિસ્સી રોટી બનાવી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલાં વીડિયોમાં દિવ્યાંકાએ કહ્યું કે, તેણે ક્યારેય આ પહેલાં મિસ્સી રોટી બનાવી નથી.

વીડિયોમાં દિવ્યાંકાએ મિસ્સી રોટી બનાવવાની રેસિપી પણ ફેન્સ સાથે શેર કરી છે. દિવ્યાંકાએ બનાવેલી મિસ્સી રોટી જોઈ વિવેક દહિયા પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ઉપરાંત વીડિયોમાં વિવેક મજાથી દિવ્યાંકાએ બનાવેલી મિસ્સી રોટલી ખઈ રહ્યાં છે. આ સાથે જ વિવેક દિવ્યાંકાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આટલી સારી મિસ્સી રોટી બનાવવા માટે દિવ્યાંકાએ કઈ-કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે.

દિવ્યાંકા ત્રિપાઠીના ફેન્સ તેણે બનાવેલી મિસ્સી રોટીના વખાણ કરી રહ્યા છે. એક્ટ્રસને કિચનમાં રોટલી બનાવતા જોઈ દરેકને વિશ્વાસ થઈ રહ્યો નથી કે તેણે પહેલીવાર રોટલી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોરોનાવાઇરસના લૉકડાઉનને લીધે દિવ્યાંકા ત્રિપાઠી બહારનું ખાઈ શકતી નથી, એાવામાં તે ઘરે જ સરસ રસોઈ બનાવીને પતિ વિવેક દહિયાને ખુશ કરી રહી છે.

દિવ્યાંકા ત્રિપાઠીએ હમણાં જ ખુલાસો કર્યો હતો કે, રોહિત શેટ્ટીના રિઆલિટી શૉ ‘ખતરોં કે ખિલાડી’નો ભાગ બની શકે છે. દિવ્યાંકાએ કહ્યું હતું કે, તે ‘ખતરોં કે ખિલાડી’માં જવાં માગે છે. તેણે પોતાનો ડર દૂર કરી દીધો છે, પણ સ્લિપ ડિસ્કની મુશ્કેલી હોવાને લીધે તે આ ટીવી શૉમાં ક્યારેય જઈ શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સ્ટારર શૉ ‘યે હૈં મોહબ્બતેં’ બંધ કરવામાં આવ્યો છે.

હવે આ શૉને જ ‘યે હૈં ચાહતેં’માં બદલી દેવામાં આવ્યો છે. શૉ ‘યે હૈં મોહબ્બતેં’માં દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલના લગ્ન સાથે જ પૂરો કરી દેવામાં આવ્યો હતો.

 

You cannot copy content of this page