Only Gujarat

TOP STORIES

રાતોરાત ફેમસ થયેલી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ આખરે કોણ છે? ઓળખો એક ક્લિકે

સુરતમાં છેલ્લા ત્રણ દિવસ ભાજપના મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને લેડી સિંઘમ તરીકે જાણીતી બનેલી સુનિતા યાદવનો વિવાદની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાતોરાત સ્ટાર બનેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવની સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના ઘણાં લોકો તેને ઓળખવા માંગે છે કે આ લેડી છે કોણ જોકે અમે તમારા માટે આ લેડી સિંઘની ઘણી એવી વાતો લઈને સામે આવ્યા છે જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. તો આવો આપણે આ લેડી સિંઘમને ઓળખીએ.

લેડી સિંઘમ સુનિતા યાદવ કોણ છે?
મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ મૂળ રાજસ્થાનની વતની છે. નાનપણથી જ સુનિતા યાદવને પોલીસમાં જોડાવાનો શોખ હતો. સુનિતાએ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. સુનિતા યાદવ ભણવામાં પણ અવ્વલ રહી હતી. યુનિવર્સિટીમાં તેણે ચેસની પ્લેયર પણ રહી ચૂકી છે.

સુનિતાએ NCCમાં પણ અનેક મેડલો જીતીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. 25 ઓગસ્ટ 2017ના રોજ સુનિતા યાદવ ગુજરાત પોલીસના ભાગ બન્યા હતા. સુનિતા યાદવ છેલ્લા 3 વર્ષથી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. અનલોક દરમિયાન સુનિતાની ડ્યુટી વરાછા વિસ્તારમાં હતી અનલોક-1માં તેમને હીરાના કારખાના પાસે ડ્યૂટી અપાઈ હતી.

બે દિવસ પહેલા સુરતમાં એક ઓડિયો વાયરલ થયો હતો. જે પ્રમાણે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવ ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ યુવાનોએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. જોકે બાદમાં ત્યાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જોકે આ દરમિયાન કુમાર કાનાણીનો પુત્ર પ્રેમથી વાત કરતો હતો જ્યારે આ લેડી સિંઘમ મન ફાવે તેમ તેને ધમકાવી રહી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન સુનિતાએ તેને તેના પિતા સાથે વાત કરાવાનું કહ્યું તો તેણે તેના પિતાને ફોન કરીને સુનિતા સાથે વાત કરાવી હતી તે દરમિયાન પણ સુનિતા મન ફાવે તેમ મંત્રી સાથે વાત કરી રહી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલમીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતાં. સુરતના ACP સી.કે.પટેલે આ તપાસના અંતે મંત્રીના પુત્ર પ્રકાશ અને તેના 6 મિત્રોની અટકાયત કરી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા આ વાયરલ વીડિયોના મુદ્દે એલઆરડી સુનિતા યાદવે સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.

સુરતમાં અડધી રાતે મહિલા કોન્સ્ટેબલ સુનિયાએ મંત્રીના પુત્રને રોકીને MLAનું બોર્ડ કેમ ગાડીમાંલગાવ્યું તેમ કહીને રોફ જમાવતી હતી જોકે અમે તમારી સામે સુનિતાની એવી વાતો સામે લઈને આવ્યા છે જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. સુનિતા કાયદાની વાતો કરે છે ત્યારે સુનિતાના ઘરે એક ગાડી છે જે તેના પિતા ચલાવે છે તેના પિતાની કાર પર પોલીસનું બોર્ડ મારેલું જોવા મળી રહ્યું છે.

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે ધારાસભ્ય લખેલું બોર્ડને ઉતારનાર મહિલા કોન્સ્ટેબલે પિતાની જ કારમાં પોલીસનું બોર્ડ રાખ્યું હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સુનિતા યાદવ ગઈકાલે પોલીસ હેડ ક્વાર્ટર મળવા માટે પહોંચી હતી જ્યાં પોલીસ કર્મચારીઓ તેને અંદર જવાની ના પાડી દીધી હતી જ્યાં સુનિતા અને પોલીસ કર્મીઓ વચ્ચે પણ થોડી ઘણી બોલાચાલી થઈ હતી. સુનિતા પોલીસ અધિકારીઓને મળ્યાં બાદ તે બહાર મીડિયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેનો વીડિયો સામે આવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page