Only Gujarat

National TOP STORIES

નોકરાણીના પ્રેમમાં પાગલ પુત્રએ પોતાના આખા પરિવારના શું કર્યાં હાલ તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના ધૂમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત પ્રીતમનગરમાં ઇલેક્ટ્રોનિક્સ વેપારી તુલસીદાસ તથા તેમની પત્ની, પુત્રી તથા પુત્રવધુની ગળું રહેંસીને હત્યા કરવામાં આવી. ઘટનાની જાણકારી મળતા જ શહેરવાસીઓ સ્તબ્ધ રહી ગયા. ધોળા દિવસે થયેલી આ રક્તરંજીત ઘટનાથી પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા. બાદમાં સમગ્ર મર્ડર મિસ્ટ્રીને ગણતરીની કલાકોમાં જ સોલ્વ કરવામાં આવી. પુત્ર આતિશ ઉર્ફ આશીષની ધરપકડ બાદ આરોપ લગાવવામાં આવ્યો કે આડા સંબંધનો વિરોધ કરવાને કારણે આશિષે 8 લાખ રૂપિયાની સોપારી આપી પોતાના જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરાવી. પુત્ર સહિત સોપારી લેનારા એ દુકાનના કર્મચારીની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે હત્યા કરનારા કૌશામ્બીના રહેવાસી બે આરોપીની શોધખોળ ચાલુ છે.

પ્રીતમનગરમાં નીવા ચોકી પાસે રહેતા 63 વર્ષિય તુલસીદાસ કેરવાની ઘરમાં જ ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા હતા. તેમની 60 વર્ષિય પત્ની કિરણ, 37 વર્ષિય પુત્રી નિહારિકા ઉર્ફ ગુડિયા અને પુત્રવધુ 27 વર્ષિય પ્રિયંકા હતી. આતિશ પણ દુકાન સંભાળવામાં પિતાની મદદ કરતો હતો. 14 મેના ગુરુવારે બપોરે 3.45 વાગ્યાની આસપાસ પોલીસને સૂચના મળી કે તુલસીદાસ, તેની પત્ની, પુત્રી અને પુત્રવધુની ઘરમાં જ ગળું કાંપી હત્યા કરવામાં આવી છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો વેપારી, તેની પત્ની તથા તેની પુત્રીની લાશ સીઢી નજીક આવેલા રૂમમાં પડી હતી. જ્યારે પુત્રવધુની લાશ ઉપરના રૂમમાંથી મળી આવી. તમામની હત્યા ગળું રહેંસીને કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પુછપરછમાં આતિશે જણાવ્યું કે બપોરે 1.30 વાગ્યે અંદાજે તે મકાનનો હપ્તો જમા કરાવવા માટે બેંક ગયો હતો. અંદાજે સાડા ત્રણ વાગ્યે ઘરે પરત ફર્યો તો દરવાજો ખાલી એમ જ બંધ હતો. તે દરવાજો ખોલી જેવો અંદર ગયો કે પરિવારના તમામ લોકો મૃત પડ્યા હતા.

એક સાથે ચાર હત્યાઓની સૂચના મળતા જ પોલીસ ઓફિસરો પણ ચોંકી ગયા. એડીજી, આઇજી, એસએસપી સહિત તમામ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ પોલીસે એક પછીએક કડી જોડવાનું શરૂ કર્યું. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું કે ઘરમાં કોઇ જબરજસ્તીથી પ્રવેશ્યું ન હતું. બાદમાં એવો પણ ખુલાસો થયો કે પુત્ર આતિશના સંબંધ તેના જ પરિવારના લોકો સાથે સારા ન હતા. ઘરમાં અવાર નવાર ઝઘડા થતા. આ ઝઘડા પાછળનું કારણ આતિશના એક મહિલા સાથે આડા સંબંધ હતા.

એક સાથે ચાર હત્યાઓની સૂચના મળતા જ પોલીસ ઓફિસરો પણ ચોંકી ગયા. એડીજી, આઇજી, એસએસપી સહિત તમામ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ પોલીસે એક પછીએક કડી જોડવાનું શરૂ કર્યું. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું કે ઘરમાં કોઇ જબરજસ્તીથી પ્રવેશ્યું ન હતું. બાદમાં એવો પણ ખુલાસો થયો કે પુત્ર આતિશના સંબંધ તેના જ પરિવારના લોકો સાથે સારા ન હતા. ઘરમાં અવાર નવાર ઝઘડા થતા. આ ઝઘડા પાછળનું કારણ આતિશના એક મહિલા સાથે આડા સંબંધ હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે આતિશના ઘરમાં ધૂમનગંજમાં રહેતી એક મહિલા ઘરકામ માટે આવતી હતી. આતિશના આ મહિલા સાથે આડાસંબંધ હતા. મહિલાનો વિકલાંગ પતિ એજી ઓફિસમાં કામ કરતો હતો પરંતુ એક ધોખાધડીના કેસમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ઘરનું ગુજરાન ચલાવવા માટે મહિલા ઘરકામ કરતી હતી. આતિશના પરિવારજનોએ મહિલાને છોડવાનું કહ્યું પરંતુ તે રાજી ન થયો. આ વાતને લઇને આતિશની પત્ની સાથે અવાર નવાર કલેહ થતી. બીજી બાજુ એ મહિલા પર ખુબ જ પૈસા ઉડાવતો હતો.

માતા-પિતા જ્યારે આતિશને સમજાવતા તો તેની સાથે પણ તે ઝઘડો કરતો. આ બાબતને લઇને અવાર નવાર પરિવારમાં ઝઘડા થતા રહેતા હતા. વાત ત્યાં સુધી વણસી જતી કે આતિશ પરિવારજનો સાથે મારપીટ પણ કરતો. બાદમાં મૃતક વેપારી તુલસીદાસે એક વખત તો પાડોસમાં રહેતા એક વ્યક્તિને બોલાવી આતિશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનું પણ વિચારી લીધું હતું. આ વાતની જાણ આતિશને થતા તે હચમચી ગયો અને બાદમાં અનુજ શ્રીવાસ્તવ સાથે મળી આડાસંબંધમાં આડખીલ્લીરૂપ પોતાના જ પરિવારની હત્યા કરાવવાનો પ્લાન બનાવી લીધો.

સમગ્ર મામલે એસએસપી સત્યાર્થ અનિરુદ્ધ પંકજે જણાવ્યું કે આડાસંબંધના વિરોધમાં વેપારીના પુત્રએ જ આ હત્યાકાંડની સોપારી આપી અંજામ આપ્યો. આ સોપારી લેનારા દુકાનના કર્મચારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હત્યાને અંજામ આપનારા બંને બદમાશોની તલાશ ચાલુ છે. ADG પ્રેમપ્રકાશે આ જઘન્ય હત્યાકાંડનો ખુલાસો કરનારી પોલીસ ટીમને 50 હજારનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page