Only Gujarat

International TOP STORIES

આ દેશમાં સોના-ચાંદી કરતાં પણ મોંઘાદાટ વેચાઈ રહ્યાં N95 માસ્ક, કિંમત જાણી આશ્ચર્યમાં પડી જશો

દુનિયાભરમાં કોરોનાનો કહેર એટલો છે કે કલાકોમાં જ હજારો લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાયરસ અત્યારસુધીમાં દુનિયાના તમામ દેશમાં તબાહી મચાવી રહ્યો છે. મોટાભાગના દેશમાં કોરોનાથી બચવા માટે વેક્સીનની શોધ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેમ કે UKએ તો દાવો કર્યો કે આવતા વર્ષ સુધીમાં કોરોનાની વેક્સીન તૈયાર થઇ જશે. કોરોનાની હાલ કોઇ દવા નથી માત્ર તેનાથી બચી શકાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ કરી શકાય. દુનિયાના અનેક દેશમાં કોરોનાને કારણે માસ્કની અછત જોવા મળી છે. કેટલાક દેશમાં હંગામી ધોરણે માસ્કનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું તો કેટલાક દેશને બહારથી માસ્ક મંગાવવાની ફરજ પડી.

આ દરમિયાન ઇન્ડોનેશિયામાં માસ્કની અછક અને વધુ ડિમાન્ડના કારણે તેની કિંમત આસમાને પહોંચી ગઇ છે. અહીં માસ્કના એક બોક્સ માટે લોકો સોનાથી વધુ કિંમત ચૂકવી રહ્યાં છે. કોરોનાની શરૂઆતની સાથે માર્કેટમાં માસ્ક અને હેન્ડવોશનું વેંચાણ વધી ગયું. ખાસ કરીને N95 માસ્કનું. આ માસ્ક સારી રીતે ચહેરા અને નાકને કવર કરે છે.

ઇન્ડોનેશિયામાં માસ્કની ડિમાન્ડ સપ્લાઇથી વધુ છે. જેના કારણે N95 માસ્કની કિંમત આસમાને પહોંચી ગઇ છે. આ દેશમાં એક એક બોક્સ માસ્કની કિંમત 1 ગ્રામ સોનાથી પણ વધુ છે.

ઇન્ડોનેશિયામાં 1 ગ્રામ સોનાના ભાવ 4,200 રૂપિયાની આસપાસ છે. જ્યારે અહીં એક બોક્સ N95 માસ્ક માટે લોકો 8 હજાર રૂપિયા ચૂકવી રહ્યાં છે.

ઇન્ડોનેશિયાના જકાર્તાના પસર માર્કેટમાં અનેક લોકો માસ્ક વેંચી સારુ એવું પ્રોફિટ કમાઇ રહ્યાં છે. અહીં માસ્કની અછતને કારણે લોકો આટલી મોંઘી કિંમત હોવા છતા માસ્ક ખરીદી રહ્યાં છે.

દુનિયાભરમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 45 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. વાત ઇન્ડોનેશિયાની કરીએ તો અહીં 16 હજાર લોકોને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. તો અત્યારસુધીમાં કોરોનાથી 1100 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.

અન્ય દેશની તુલનામાં અહીં મૃત્યુદર ઓછો છે. તેમ છતાં લોકો માસ્ત ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે. આવું કરવાથી દેશમાં માસ્કની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે.

માસ્કને લઇને ભારતની વાત કરીએ તો વડાપ્રધાનના આત્મનિર્ભરવાળા નિવેદન બાદ હવે દેશમાં જ માસ્ક બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે. એવામાં માસ્કની કિંમત અન્ય દેશની તુલનામાં ખુબ જ ઓછી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page