Only Gujarat

International TOP STORIES

પત્નીએ આપ્યો જુડવા બાળકોને જન્મ પણ બંનેના પિતા હતા અલગ-અલગ પછી જે થયું તે જાણી નવાઈ લાગશે

દુનિયામાં અનેક પ્રકારની ઘટના બનતી રહે છે જેમાંથી કેટલીક તો એવી હોય છે જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બને છે. અત્યારસુધી તમારું એવું જ માનવું હશે કે જુડવા બાળકોના જન્મ ગર્ભમાં એક વ્યક્તિના બે સ્પર્મના ફર્ટિલાઇઝન થવાથી થાય છે. પરંતુ ચીનમાં એક એવી ઘટના સામે આવી છે જેના પર લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. અહીં એક મહિલાના જુડવા બાળકોના બે પિતા હોવાનું સામે આવ્યું. આ બાળકોના DNA રિપોર્ટ બાદ પતિને પોતાની પત્નીની બેવફાઇ સામે આવી.

ચીનથી સામે આવેલી આ શોકિંગ ઘટના દુનિયાને હેરાન કરી દીધી. અહીં એક પતિને પોતાની પત્નીની બેવફાઇની જાણકારી તેના જુડવા બાળકોના ડીએનએથી જાણવા મળી.

પતિએ પોતાના નવજાત બાળકોના બર્થ સર્ટિફિકેટને બનાવતી વખતે ડોક્ટર્સને તેના ડીએનએ ટેસ્ટ પણ કરવાની ભલામણ કરી હતી.

જ્યારે એનાલિસ્ટે પતિને રિપોર્ટ સોંપી તો તે હેરાન રહી ગયો. તેના જુડવા બાળકોના બે પિતા નીકળ્યા. એક બાળકના ડીએનએ તેનાથી મેચ કરી રહ્યાં પરંતુ બીજા બાળકના મેચ થતા ન હતા.

આ રિપોર્ટને જોઇને એ વ્યક્તિ તો દંગ રહી ગયો. ડીએનએ રિપોર્ટને જોઇને એ વ્યક્તિએ કહ્યું કે તેને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેની પત્નીના અન્ય કોઇ સાથે સંબંધ પણ છે.

ડેંગ યુજુ જેણે બાળકોનો ટેસ્ટ કર્યો તેઓએ જણાવ્યું કે આવા વિચિત્ર કેસ 1 કરોડમાંથી 1 વકત જ સામે આવે છે. આ ડોક્ટરે આવું કેમ થાય તેની પ્રક્રિયા પણ લોકોને જણાવી.

ડેંગે જણાવ્યું કે આવું ત્યારે થાય જ્યારે એક મહિલા એક મહિનામાં બે ઇંડા રીલિઝ કરે. ત્યારબાદ ઓછા સમયમાં જ બે લોકો સાથે સંબંધ બનાવે. એવામાં બંને ઇંડા અલગ-અલગ સ્પર્મની સાથે ફ્યૂઝ થઇ જાય છે.

આવું થવાથી મહિલા જુડવા બાળકોને જન્મ આપે છે પરંતુ તેમના પિતા અલગ-અલગ હોઇ શકે છે. આ પ્રક્રિયાને heteropaternal superfecundation કહેવામાં આવે છે. એક્સપર્ટનું કહેવું છે કે મહિલા જો એક દિવસમાં બે લોકો સાથે સેક્સ કરે તો આવું થવાની સંભાવના વધી જાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page