Only Gujarat

Bollywood TOP STORIES

ટીવીની આ જાણીતી એક્ટ્રેસનું 54 વર્ષની ઉંમરમાં થયું નિધન

મુંબઈઃ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કુમ કુમ ભાગ્ય’ જેવી ધારાવાહિકમાં કામ કરી પોતાની ઓળખ ઊભી કરનારી એક્ટ્રસ ઝરીના રોશન ખાનનું નિધન થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, કાર્ડિયક એરેસ્ટને લીધે એક્ટ્રસે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તે 54 વર્ષના હતાં. ઝરીનાના નિધન પર ઘણાં સ્ટાર્સે દુખ વ્યક્ત કર્યું છે.

ઝરીના રોશન ખાને ટેલિવીઝન સિરિયલમાં કામ કરવાની સાથે ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો, પમ તેમને અસલી ઓળખ સિરિયલથી જ મળી હતી. ‘કુમકુમ ભાગ્ય’માં તેમણએ ઇન્દુ સૂરીનો રોલ પ્લે કર્યો છે, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. તેમનું અચાનક મોતના સમચાર સાંભળી દરેક લોકો સ્તબ્ધ છે.

સૃતિ ઝાએ આ દુખદ અવસર પર ઝરીના ખાનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે મસ્તીમાં ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત સૃતિએ જરીન સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે.

એક્ટર શબ્બીર અહલૂવાલિયાએ પણ ઝરીના રોશન સાથે એક ક્યૂટ સેલ્ફઈ શેર કરી છે. જેમાં શબ્બીર, ઝરીનાના ગાલ પર કિસ કરી રહ્યો છે. તેમણે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, ‘યે ચાંદ સા રોશન ચહેરા’

એક્ટર વિન રાણા, જેણે કુમકુમ ભાગ્યમાં પૂર્વનો રોલ પ્લે કર્યો, તેમણે પણ ઇન્સ્ટાગ્રા સ્ટોરી સેક્શન પર ઝરીનાનો એક ફોટો શેર કર્યો અને દુખ વ્યક્ત કર્યું. આ ઉપરાંત ટીવીનાં ઘણાં સ્ટાર્સે પણ ઝરીનાના નિધન પર શોક પ્રગટ કર્યો હતો.

You cannot copy content of this page