Only Gujarat

International

ઊંઘ ના આવી તો આ વ્યક્તિએ ચેક કર્યા મેલ્સ ને પછી જે થયું તે કલ્પના બહારનું હતું!

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં રહેતો એક વ્યક્તિ ગુરુવાર, 21 જાન્યુઆરીના રોજ રાત્રે વહેલો સૂઈ ગયો હતો. જોકે, મોડી રાત્રે તેની ઊંઘ ઉડી ગઈ હતી. રાતના બે વાગે તેની ઊંઘ ઉડી ગઈ તો તેણે પોતાના ઈમેલ ચેક કર્યા હતા. ઈમેલ ચેક કરતી વખતે આ વ્યક્તિને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેની સાથે શું થવાનું છે.

વાસ્તવમાં આ વ્યક્તિને પાવરબોલ લોટરીમાં 10 મિલિયન ડોલર્સનો જેકપોટ મળ્યો છે. બ્રિસ્બેનના સેડગેટમાં રહેતી આ વ્યક્તિ ટ્રેન્ડિંગ કરે છે. છેલ્લાં કેટલાંક સમયથી તે લોટરીમાં પૈસા લગાવતો હતો. આ વ્યક્તિને ખબર પડી કે તેણે જેકપોટ લીધો છે તો તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

જેકપોટ જીત્યા બાદ વ્યક્તિએ કહ્યું હતું કે તેને શરૂઆતમાં લાગ્યું કે તેણે 10 હજાર ડોલર્સ એટલે કે સાત લાખ રૂપિયા જીત્યા છે. જોકે, પછી તેને એ વાતનો અહેસાસ થયો કે તેણે બહુ મોટી રકમ જીતી છે. તેણે ટોપ પ્રાઈઝ જીતી છે. તેણે 10 મિલિયન ડોલર્સ એટલે કે 1 કરોડ ડોલર્સ (ભારતીય ચલણમાં અંદાજે 75 કરોડ રૂપિયા) જીત્યા છે.

વધુમાં આ વ્યક્તિએ કહ્યું હતું કે તે પોતાનું કામ જેકપોટ લાગ્યા બાદ પણ ચાલુ જ રાખશે. તેણે જ્યારે પરિવારને આ વાત કહી તો તેઓ પણ ખુશ થઈ ગયા હતા. જો તે કામ કરવાનું ચાલુ નહીં રાખે તો તે કંટાળી જશે.

જેકપોટમાંથી આ વ્યક્તિ પોતાના પેરેન્ટ્સ માટે ઘર લેશે. હાલમાં તેને ખ્યાલ જ નથી આવતો કે તે આટલા રૂપિયાનું શું કરશે.

You cannot copy content of this page