Only Gujarat

International

ઈટલીના ટોચના ડોક્ટર્સે કોરોનાને લઈ આપ્યાં રાહતના સમાચાર, વાંચીને તમે પણ થશો ખુશ

રોમઃ કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈટલીના ટોચના ડોકટરોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ ધીમે ધીમે તેની ક્ષમતા ગુમાવી રહ્યો છે અને હવે તે એટલો ઘાતક નથી. ડોકટરો કહે છે કે હવે કોરોના વાયરસ નબળા પડી રહ્યા છે. જેનોઆની સાન માર્ટિનો હોસ્પિટલના ચેપી રોગોના વડા ડૉક્ટર મેટ્ટીઓ બાસેટ્ટીએ ન્યૂઝ એજન્સી ANSA ને આ માહિતી આપી.

ડૉક્ટર માટ્ટીઓએ કહ્યું કે, કોરોના વાયરસ હવે નબળો પડી રહ્યો છે. આ વાયરસ હવે તેટલી ક્ષમતા ધરાવતો નથી જેટલી તે બે મહિના પહેલા હતી. સ્પષ્ટ છે કે આ સમયનો કોવિડ -19 રોગ અલગ છે.

લોમ્બાર્ડીની સાન રફેલ હોસ્પિટલના વડા, આલ્બર્ટો જાંગરીલોએ RAI ટી.વી.ને જણાવ્યું હતું કે, ‘હકીકતમાં, ઈટલીમાં આ રોગનો વાયરસ હવે તબીબી રીતે હાજર નથી. છેલ્લા 10 દિવસમાં લીધેલા સ્વેબ સેમ્પલ બતાવે છે કે વાયરલ લોડની માત્રા એક-બે મહિના પહેલાંની તુલનામાં હવે ઘણી ઓછી છે.

ઈટલી, કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે અને COVID -19 માં થયેલા સૌથી વધુ મૃત્યુઆંકમાં ઈટલી ત્રીજા ક્રમે છે. જોકે, મે મહિનામાં ચેપ અને મૃત્યુના નવા કેસોમાં ઘણો ઘટાડો થયો છે અને ઘણી જગ્યાએ કડક લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે.

ડૉ.જંગરીલોએ કહ્યું કે કેટલાક નિષ્ણાતો કોરોનાના સેકન્ડ રાઉન્ડની સંભાવના વિશે ખૂબ ચિંતિત હતા, જ્યારે દેશના નેતાઓએ સત્યને ધ્યાનમાં રાખવું જોઈએ. તેમણે કહ્યું, ‘અમને સામાન્ય દેશ પાછો મળી ગયો છે, પરંતુ દેશને ડરાવવા માટે કોઈએ જવાબદારી લેવી પડશે.’

જોકે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઈટલીના ડૉક્ટરના દાવાને ફગાવ્યો છે. WHOનું કહેવું છે, કે આવી ધારણાઓ ન ફેલાવવી જોઈએ કે વાયરસ અચાનક કમજોર થઈ ગયો છે. ત્યારે ઇટાલિયન સરકારે લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે કોરોના વાયરસ પર વિજય મેળવવાનો દાવો કરવો ખૂબ જ વહેલો છે. આરોગ્ય મંત્રાલયના પ્રધાન સાન્દ્રા જંપાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “કોરોના વાયરસ માટે બાકી રહેલા વૈજ્ઞાનિક પુરાવોનો આશરો લેવામાં આવી રહ્યો છે. હું એમને કહું છું કે ઈટલીના લોકોને ભટકાવશો નહીં.

સાન્દ્રા જંપાએ કહ્યું, “આપણે લોકોને સતત વધુ કાળજી રાખવા, શારીરિક અંતર જાળવવા, ભીડમાં ન જવા , વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવાનું કહેવું જોઈએ.”

You cannot copy content of this page